SURAT

સુરત: પડોશી ભાભીને આઈ લવ યુ અને બિભત્સ ફોટો મેસેજ કરતા મહિલા યુવકના ઘરે પહોંચી ગઈ

સુરત : અડાજણ (Adajan) ખાતે રહેતા યુવકનું ફેસબુક એકાઉન્ટ (Facebook Account) આણંદના યુવકે હેક (Hack) કર્યું હતું. અને તેના ફેસબુક પરથી પડોશમાં રહેતી ભાભીને આઈ લવ યુ (I Love You) મેસેજ મોકલી બિભત્સ ફોટો (Photo) મોકલી ફોન (Call) કરવા કહ્યું હતું.

  • આણંદમાં રહેતા યુવકને જુનો મોબાઈલ નંબર એલોટ થતા તેના પરથી ફેસબુક ઓપન થયુ હતુ
  • અડાજણમાં અજાણ્યાએ યુવકનું ફેસબુક હેક કરી પડોશી ભાભીને ‘આઈ લવ યુ’ મેસેજ મોકલી આપ્યો

અડાજણ પાલનપુર કેનાલ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા 19 વર્ષીય દિનેશે (નામ બદલ્યું છે) ગઈકાલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અજાણ્યા વ્યક્તિએ ગત 9 જુન પહેલા દિનેશના ફેસબુક એકાઉન્ટ પરથી દિનેશની બાજુમાં રહેતી પરિણીતાને ફેસબુકમાં આઈ લવ યુ મેસેજ અને બિભત્સ ફોટો મોકલ્યો હતો. અને તેનો મોબાઈલ નંબર આપીને ફોન કરવા કહ્યું હતું.

પડોશમાં રહેતી પરિણીતાએ દિનેશની માતાને આવીને આ અંગે જાણ કરતા દિનેશે આ અંગેના સ્ક્રિનશોટ મંગાવ્યા હતા. જેમાં તેનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાનું જાણવા મળ્યું હતું. સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરીને આરોપી ઉદય હર્ષદભાઇ મહેજીભાઇ તળપદા (ઉ.વ.૧૮, રહે. ટેકરા ફળીયું, ગામ-વટાવ, તા.પેટલાદ જી.આણંદ) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, અગાઉ દિનેશના મોબાઈલ નંબરનું સીમ ખોવાઈ જતા આ સીમ બંધ કરાવ્યું નહોતું. અને પછી આ જ નંબર આરોપીને એલોટ કરતા તેણે આ નંબરના આધારે ફેસબુક એકાઉન્ટ ખુલી ગયું હતું. અને તેના ફેસબુક પરથી દિનેશની પડોશમાં રહેતી પરિણીતાને મેસેજ કર્યો હતો.

પરસ્ત્રી સાથેના અનૈતિક સંબંધોમાં પરિણીતાને હેરાન કરતો પતિ
વલસાડ : વલસાડ તાલુકાના એક ગામમાંથી સીમાબેન (નામ બદલ્યું છે) નામની મહિલાએ ૧૮૧ અભયમ ઉપર ફોન કરીને એમના પતિ અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ ધરાવે છે અને વ્યસન કરીને હેરાનગતિ કરતા હોવાની ફરિયાદ કરી મદદ માંગી હતી. જેથી મહિલાએ જણાવેલા સરનામે ૧૮૧ અભયમની ટીમ તાત્કાલિક પહોંચી હતી. જ્યાં બંને પક્ષોનું કાઉન્સેલિંગ થકી સમજાવટ કરી પારિવારિક ઝઘડાનો સુખદ ઉકેલ લાવવામાં આવ્યો હતો.

અભયમ ટીમના જણાવ્યા અનુસાર, સીમાબેનને બે સંતાનો છે અને તેઓ નાનું મોટું કામ કરે છે તેમજ તેમના પતિ કલ્પેશભાઈ (નામ બદલ્યું છે) કોઈ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. કલ્પેશ છેલ્લા ચાર વર્ષથી અન્ય મહિલાના સંપર્કમાં આવતા તેઓ વચ્ચે પ્રેમ સંબંધ છે તે વાતની જાણ ઘરના સભ્યો તથા સીમાબેનને થઈ ત્યારે કલ્પેશ બીજી સ્ત્રી સાથેનો સંબંધ પૂરો કરી છૂટા પડી જશે એમ ખાતરી આપ્યા બાદ પણ કલ્પેશે તેનો અનૈતિક પ્રેમ સંબંધ ચાલુ જ રાખ્યો હતો.

સીમાબેનને આ વાતની જાણ થતા અન્ય સ્ત્રીને નિરાકરણ માટે ઘરે બોલાવી હતી તેમજ ૧૮૧ અભયમને પણ મદદ માટે બોલાવી હતી. આ બાબતે બંને પક્ષનો કાઉન્સિલિંગ કરી કાયદાકીય માહિતી આપી હતી. સીમાબેને શરત મુકી હતી કે જો પતિ તેના અનૈતિક સંબંધ ચાલુ રાખશે તો બન્ને બાળકો સહિત પોતાને ભરણપોષણ અને વળતર આપી છૂટાછેડા આપી દે. જેથી અભયમની ટીમે બન્ને બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને તથા સાંસારીક જીવન વિખેરાઈ ન જાય તે માટે બંને પક્ષોને સમજાવતા કલ્પેશ અન્ય સ્ત્રી સાથે હવેથી કોઈપણ પ્રકારના સંબંધ કે વ્યવહાર નહીં રાખે અને હવે પછી વ્યસન પણ છોડી દેશે તેમજ હેરાનગતિ કરશે નહી એવી ખાતરી આપતા સીમાબેને પતિ પર વિશ્વાસ મૂકી પોતાના થકી જે ભૂલો થતી હોય તે ફરી નહીં થાય તે વાતનું ધ્યાન રાખશે એમ કહ્યું હતું. જેથી અભયમની મદદથી વિખવાદનો અંત આવી સુખદ સમાધાન થયું હતું.

Most Popular

To Top