Comments

સૌનો, નરેન્દ્ર મોદી

શ્રી નરેન્દ્રભાઈ મોદી એ Visionary Leader છે. તેમની વિચાર-કાર્યપદ્ધતિ એ વર્ષો સુધી સાતત્યપૂર્ણ હોય છે. તેઓ એક શબ્દને પસંદ કરે છે તેને સૂત્ર બનાવીને કાયમી રીતે એકશન મંત્ર બનાવી દે છે. તેઓ લગભગ 15 વર્ષ પ્રચારક, 15 વર્ષ ભાજપ સંગઠનમાં, 13 વર્ષ મુખ્યમંત્રી અને 8 વર્ષ તરીકે પ્રધાનમંત્રી-પ્રધાનસેવક તરીકે કામ કરી રહ્યાં છે. જયારે તેઓ પ્રચારક અને પ્રદેશ મહામંત્રી હતાં ત્યારે સ્વયંસેવક અને કાર્યકર્તાઓને પ્રાસંગિક રીતે પત્ર લખતાં અને કાર્યકર્તાઓ પત્રનો જવાબ પણ આપતાં હતાં. તેઓ પહેલેથી જ જવાબદેહી પ્રકૃતિ ધરાવે છે.

મને પણ 1984માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 7 પાનાનો પત્ર લખેલો તે મારા જીવનનો પ્રેરણામંત્ર બની ગયો હતો. પત્રમાં છેલ્લે, “સૌનો” લખીને “નરેન્દ્ર મોદી” સહી કરતાં હતાં.તેમનો આ “સૌનો” શબ્દ લગભગ 35 વર્ષની સફર ખેડીને તેના અન્ય શબ્દ-ભાવ-કૃતી એકસૂત્રતા ઉમેરાતી ગઈ. “સૌનો સાથ-સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ-સૌનો પ્રયાસ” આ સૂત્ર મંત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીની 50 વર્ષની વિચાર કાર્યપદ્ધતિની એકસૂત્રતાની સાધના છે.

મારો ભાજપ, સૌનો ભાજપ
“મારો ભાજપ-સારો ભાજપ, મારો ભાજપ-સૌનો ભાજપ” આ સૂત્રથી કાર્યકર્તા અને દરેક સમાજ સાથે સારી રાજનીતિનો લગાવ, જોડાણ વધ્યું. ભાજપમાં તેઓએ પ્રતિષ્ઠિત લોકો જેવાં કે, વેપારી, વકિલ, ડૉકટર્સ, અધ્યાપકો, શિક્ષકો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો, શ્રમિક વર્ગ સહિત તમામ વર્ગ અને સમાજને જોડવાનો સફળ પ્રયાસ કર્યો હતો. સમાજ શ્રેષ્ઠીઓ, સેવાભાવી વ્યક્તિઓ, શિક્ષિત વર્ગ માંથી નવી ભરતી કરીને ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવ્યું હતું.

સૌનો સાથ-સૌનો વિકાસઃ
ગુજરાતમાં 2000ની સાલમાં વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે પૂરની પરિસ્થિતિમાં અમદાવાદ સહિત કેટલાંક શહેરો-ગામો અસરગ્રસ્ત થયાં હતાં. 2001માં આવેલ ભૂકંપને કારણે ગુજરાતના કેટલાંક વિસ્તાર અને ખાસ કરીને કચ્છમાં અનેક બિલ્ડીંગો, ઘર, દૂકાનો પડી ગયાં હતાં. 2001માં શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યાં અને થોડાંક મહિનામાં 2002માં સાબરમતી ટ્રેનમાં ગોધરા કાંડ થયો ત્યારે ગુજરાત વિરોધીઓએ “ગુજરાત સળગી ગયું, સળગી ગયું” તેવો અતિ અપપ્રચાર કર્યો. તે સમય શ્રી નરેન્દ્રભાઈ મોદી સહેજ પણ વિચલિત થયાં વગર ગુજરાતને બેઠું જ નહીં પરંતુ ગુજરાતને વિકાસના પથ પર દોડતું કરી દીધું અને દેશમાં ગુજરાત મૂડીરોકાણ, રોજગાર, કૃષિ અને શિક્ષણક્ષેત્રમાં અગ્રેસર રહ્યું.’

સૌનો સાથ (સૌને ન્યાય-સૌનું સન્માન)
ગુજરાત વિધાનસભા ગૃહમાં એક પ્રકિયા હોય છે કે SC & ST રાજકીય અનામતને દર 10 વર્ષે રીન્યુ કરવામાં આવતી હોય છે. તે સમયે SC & ST અનામતના ગૌરવ સાથે યથાવત રાખવામાં આવી હતી. પ્રધાનમંત્રી સમયે OBC ને કાયદાકીય સ્વરૂપ આપીને સંસદમાં બીલ પસાર કરીને સૌ પ્રથમવાર માન્યતા સાથે સામાજીક ન્યાય આપવાનું કામ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે કર્યું અને 10 ટકા EBC અનામત આપવાનો શુભારંભ ગુજરાતથી કરવામાં આવ્યો. આ બધાં જ નિર્ણયો “સૌને ન્યાય” ‘ આપવામાં મક્કમ અને ઐતિહાસિક નિર્ણયો હતાં.

સૌને સન્માનઃ
મને યાદ છે કે 2001માં સંસ્કારધામમાં સંધના સિનીયર પ્રચારકો અને સેવાવ્રતીઓના સન્માન માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “તપોવંદના” કાર્યક્રમ કર્યો હતો. મુખ્યમંત્રી બન્યાં પછી ગુજરાત કોલેજમાં યોજાયેલ “ગુરૂવંદના” કાર્યક્રમમાં તેમણે પોતાને ભણાવેલાં તમામ શિક્ષકોને વંદન કરીને સન્માનિત કર્યાં હતાં. 2010માં ગુજરાતનાં 50 વર્ષ પૂર્ણ થતાં હતાં ત્યારે દરેક રાજકીય પાર્ટીના 50 વર્ષમાં જે પણ ધારાસભ્ય, સંસદસભ્ય ચૂંટાયા હતાં. તે તમામને બોલાવીને વિધાનસભા ગૃહનું એક વિશેષ સત્ર બોલાવીને માન-સન્માન કર્યું.

સૌનો વિકાસ-સૌનો વિશ્વાસ
શ્રી મોદીજીને પહેલેથી જ System Change કરવાનું ઝનુન હતું. DBT માધ્યમથી 53 મંત્રાલયોની 319 યોજનાઓ દ્વારા અત્યાર સુધીમાં 25 લાખ કરોડ ટ્રાન્જેકશન દ્વારા દેશના કરોડો લાભાર્થીઓના બેંક ખાતામાં સીધેસીધાં યોજનાઓના પૈસા પહોંચાડ્યા છે. DBT માધ્યમથી 2.22 લાખ કરોડ રૂ.નો ભ્રષ્ટાચાર અટકાવ્યો છે. કિસાન સન્માન નિધીમાં 11 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં દર વર્ષે રૂ.6000 આવે છે. દેશના લગભગ 50 કરોડ લોકોને 5 લાખ રૂ.સુધીની મફત સારવાર માટે આયુષ્યમાન કાર્ડ મળી રહ્યાં છે. કોવિડમાં 80 કરોડ લોકોને 2 વર્ષ સુધી મફત અનાજ આપવા આપવામાં આવ્યું. 108 એમ્બ્યુલન્સ આજે કોઈપણ જ્ઞાતિ, સમાજનો વ્યક્તિ ફોન કરીને બોલાવી શકે છે.

સૌનો પ્રયાસઃ
શ્રી લાલબહાદૂર શાસ્ત્રીજી પછી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી જે તે કાર્ય કે કાર્યક્રમમાં દેશની જનતા જોડાય છે. કોરોના વોરીયર્સને બિરદાવામાં લોકોએ રાત્રે લાઈટ બંધ કરીને દિપ પ્રગટાવી, થાળી-શંખ વગાડીને જોડાયાં હતાં. તાજેતરમાં તા.13 થી 15 ઓગષ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ દરેકને નાગરીક પોતાના ઘર-દૂકાન ઓફિસ વગેરે પર રાષ્ટ્રધ્વજ ગૌરવભેર ફરકાવ્યો હતો.
– ભરત પંડયા – (લેખકઃ પૂર્વ પ્રદેશ પ્રવકતા, ભાજપ અને પૂર્વ ધારાસભ્ય)

Most Popular

To Top