Charchapatra

વારંવાર કહે તો ય ન સુધરે તેવી છે મનપા

કોઝવે બન્યાને 20 વર્ષથી વધુનો સમય થઇ ગયો છે અને ટેકનોલોજી પણ પેલી રાજકુવરીની જેમ દિવસે ન વધે તેટલી વધતી જાય છે. તેમ છતા ચોમાસાની ઋતુમાં વાંસના બાંબુ આખા કોઝવે પર બાંધવાના તે રાખવાના અને અંતે કાઢવાની જૂની ધરેડ જ સુમનપાએ અપનાવી રાખી છે કેમ? શું આનો કોઇ કાયમી નિકાલ જ નથી?! દર વર્ષે આમ કરવાથી લાખો રૂપિયા ખર્ચાતા જ હશે તો ગણતરી કરી લો કે 20 વર્ષથી વધુમાં આ કામ માટે કેટલા લાખો રૂા. ખર્ચાયા? આજે પાલ-ઉમરા બ્રીજને એક વર્ષ થયું પણ તેનું નામ હજુ પડાયું નથી! ચંદ્રશેખર આઝાદ બ્રીજ (સીએબ્રીજ)ને હજુ ઝીલાની નામથી ઓળખાય છે જે ઝીલાનીએ શહેર માટે કંઇ જ કર્યું નથી તેમ છતાં!! આમ થવા પાછળ નાગરિકો,મતદાતા, કરદાતાની બેપરવાહ જવાબદાર છે તો સત્તાધિશોને પણ આવુ થતુ કેમ રોકવું તેની પીડ જણાતી નથી. ચંદ્રશેખર આઝાદ બ્રીજનું નામ બીજા નામથી બોલાય છે. લખાય છે તેમ કરનાર પર આકરો દંડની જોગવાઇ સુરત મનપા જાહેર કરેલો?
સુરત     – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top