Charchapatra

તળપદી લઢણો

ભાષા અને બોલીમાં તફાવત છે. અભ્યાસુઓ, ભાષાશાસ્ત્રીઓ બોલી, બાલે તેવું લખતાં નથી. તળપદી લઢણ ચિત ઉપસાવવા ઉપયોગમાં લે પરંતુ જૂજ આયવો, ગયલો હાક, વળી આપણું શહેર ગાલીપ્રદાન શબ્દોથી માહીર. નવસારી, વલસાડ, ધરમપુર તરફ ફરતાં હોઈએ ત્યારે ચોક્કસ સમાજમાં બોલાતાં શબ્દોની મઝા – મધુરપ અનોખી જ હોય. ‘‘આવી લાયગો કે, લોઢાં હારાને ?’’ નીરેની, પોરી છીકણીની છાબડી ઓરે મૂકજે. વલસાડી બોલીની ખાસિયત છે આ. ધરમપુરની બોલીમાં આદિવાસી ઊંડાણ ‘‘ઈફા આયવા કર’’ મન પ્રફુલ્લીત કરી દે. એજ રીતે મધ્યગુજરાત, ચરોત્તર, અમદાવાદ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રની બોલી મઝા અદ્દભૂત. ‘‘ચા પીધો’’ ! અમદાવાદ ખાતે આયાતા, ગયાતા શાકના જોઈએ એમ બોલાય. વળી ‘‘એમો’’ ચરોતરી લઢણ છે, આપણે ‘‘એમા’’ શબ્દ પ્રયોગ કરીએ. અંગ્રેજી શીખવાની તલપે સુરતમાં એક સમાજમાં ‘‘તું મને સ્ટેશન ટચ થજે.’’ ઉપજાવેલ બોલી ! કાન અને મગજ બેહર મારી જાય ! અલબત્ત પહેરવેશ, પ્રદેશ અને બોલી એકતાનું સાધન છે. વતનનો તલસાણા શાંત પાડે. આમ ઐક્ય સ્થાપનારી છે. તળપદી લઢણો
અડાજણ – કુમુદભાઈ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top