Business

શિક્ષણથી કુશળતા કે કુશળતાથી શિક્ષણ???

પ્રીતિ કોલેજના સ્નાતક આર્ટસના સ્નાતક અભ્યાસક્રમનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આ વર્ષે એને પાર્ટટાઈમ નોકરીની જરૂરિયાત છે. એને અરજી કરવાની/લખવાની જરૂર પડે છે. અરજી સારી રીતે લખી નથી શકતી. બીજી વ્યક્તિ પાસે લખાવે છે જે ખૂબ જ સારી રીતે લખાયેલી છે. એને ઈન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે છે. ત્યાં વાતચીત પછી એક લેટર ડ્રાફટ કરવાનું કહેવામાં આવે છે પરંતુ સફળતાથી ગુણવત્તાભર્યું કાર્ય નથી થતું. નોકરી મળી નહીં.

અવિનાશ માસ્ટર એટલે કે અનુસ્નાતક કક્ષાએ સેમ IVમાં અભ્યાસ કરે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી કેમ્પસ ઈન્ટરવ્યૂ માટે આવે છે. વાત-ચીત પછી પીપીટીની ત્રણ સ્લાઈડ બનાવવાનું કહેવામાં આવે છે પણ કોમ્પ્યુટર લીટરસી ન હોવાથી ન કરી શકવાથી કેમ્પસ પસંદગી નથી થતી. ડૉ. શાહે BAMSનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. શહેરથી નજીક ગામમાં પોતાનું નેચરોપેથીનું સેન્ટર ખોલવાની અભિલાષા ધરાવે છે. ફ્ન્ડીંગ માટે પ્રપોઝલ બનાવવાની છે પરંતુ ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂરિયાત સિવાયનું લિસ્ટ બનાવતાં આવડતું નથી. મિત્રો, ઉપરોકત ત્રણ કિસ્સા સ્નાતક, અનુસ્નાતક તેમ જ ભણી રહ્યા પછી કાર્યક્ષેત્રમાં સફળતાપૂર્વક આગળ વધવા માટે જે જરૂરિયાત- કુશળતાઓ જોઈએ જે વિકસી નથી તેના છે. તો આપણને સૌને પ્રશ્ન થાય કે આમાં વાંક કોનો? શિક્ષણ વ્યવસ્થાનો કે શિક્ષણાર્થીનો??

પત્રલેખન તો ધો.5 થી શરૂ કરાતું હોય છે. જે ધો. 12 સુધી તો ચાલે જ છે અને અનુસ્નાતક ધોરણે પણ આગળ વધે છે. શું અભ્યાસકાળ દરમ્યાન જરૂરી કુશળતાઓ વિકસાવ્યા વગર અભ્યાસ પૂર્ણ થયો એમ કહી શકાય? કે પછી વિદ્યાર્થી કુશળતા વિકસાવવામાં પાછળ પડયો. કયાંક ને કયાંક આપણી શિક્ષણવ્યવસ્થા શરૂઆતથી નર્સરી ગ્રુપથી માત્ર ને માત્ર ટકાવારી કે ગ્રેડ પર જ ધ્યાન આપે છે. ડિમાન્ડ કરે છે. જે માત્ર પોપટીયું પુરવાર થાય છે. આજના વૈશ્વિકીકરણના જમાનામાં નોકરીની વિશાળ તકો વિવિધ ક્ષેત્રે ઉપલબ્ધ છે ત્યારે શિક્ષણ સાથે સંકળાયેલા સૌ કોઇએ- બાળક કે યુવાને શિક્ષણના વિવિધ સ્તરે જોઇતી કુશળતાઓ, કૌશલ્યો વિકસાવવાં જોઇએ. જે એને આગળ જતાં નોકરી-વ્યવસાયમાં સહજતાનો અનુભવ કરાવી શકે.

બાળક બોલતું થાય પછી એને એનાં વિચારો, લાગણીઓ વ્યક્ત કરવાનો અવસર આપવામાં નથી આવતો. જો કદાચ કંઇક બોલવા જાય તો એને કહીએ કે તને ખબર ન પડે, તું નાનો છે. નિષ્ઠા માત્ર ત્રણ વર્ષની  છે. સારી એવી વાચાળશક્તિ ધરાવે છે. એનાં દાદી એને કહે છે કે, ‘‘મને સાઈકલ શીખવશે?’’ તો નિષ્ઠા કહે છે કે, ‘‘હાથમાં ગ્લવ્ઝ પહેરીને, હેલ્મેટ પહેરવાની અને બેસીને સાઈકલ ચલાવવાની પણ સાથે જ કહ્યું કે હું તમને મારી સાઈકલ નહીં આપી શકું કેમ કે તમે મોટાં છો, મારી સાઈકલ નાની છે.

જે હું મારી નાની બેનને આપી શકું.’’ જો આ જ વાત-ચીત આપણા સામાન્ય ઘરમાં બની હતે તો, સૌ પ્રથમ એવું કહેવામાં આવે કે ‘દાદીને આવું ન બોલાય’ અને એના મનમાં વિકસી રહેલી નાની-મોટી સાઈકલની વિભાવના ત્યાં જ અટકી જાય. કહેવાનું તાત્પર્ય કે ખૂબ જ નાનપણથી કૌશલ્યોનો વિકાસ કરવો રહ્યો. જેમાં માતાપિતાની સજાગતા મહત્ત્વનો ભાગ ભજવે છે. – સામાન્ય રીતે કારકિર્દીમાં સફળતા મેળવવા માટે મુખ્ય સાત કૌશલ્યોનો વિકાસ થવો જરૂરી છે. જે કોલેજકાળનાં શિક્ષણ પછી નથી વિકસાવી શકાતી પરંતુ નાનપણથી જ નાના-મોટા પાયા પર વિકાસ થવો જોઈએ.

 કોઇ પણ સફળ અમલદાર કે બિઝનેસમેનની સકસેસ જર્નીનું પૃથક્કરણ કરશો તો ઉપર જણાવેલ કૌશલ્યો એનામાં જોવા મળશે જ. કૌશલ્યો રાતોરાત વાંચીને કે ગોખીને વિકસાવી શકાય એવું પુસ્તકિયું જ્ઞાન નથી કે કોઇ પર્સનાલિટી ડેવલપમેન્ટના વર્કશોપ ભરવાથી કૌશલ્યોમાં નિપુણતા નથી મેળવી શકાતી. ઉપરોકતમાંથી કોઇ પણ એક કૌશલ્યને બાળપણ સાથે જોડો અને વિચારો કે જેની એક પુખ્ત વયે જરૂર છે તે બાળક કેવી રીતે વિચારી શકે/કરી શકે. problem solving એટલે કે સમસ્યાનો ઉકેલ જિંદગીના ડગલે ને પગલે જરૂરી કુશળતા છે. પણ Critical thinking તાર્કિક વિચારશક્તિ અને સમસ્યાનો ઉકેલ- બંને સાથે જો વિકસે તો કયારેય હતાશ, નાસીપાસ ન થવાય.

હાલમાં જ એક વાયરલ મેસેજ કે એન્જિનિયરોએ સરસ મજાની ગાડી બનાવી, એને માર્કેટમાં મૂકવાની પણ વર્કશોપનો દરવાજો નાનો જેમાંથી ગાડી કાઢવી અને તે પણ કોઇ પણ નુકસાન વગર મુશ્કેલ. ત્યારે ચપરાશી કહે છે કે ટાયરમાંથી હવા કાઢી નાંખીએ તો ગાડી વર્કશોપના દરવાજાની બહાર નુકસાન વગરઆવી શકે આવી. તાર્કિકતા જિંદગીના વિવિધ સ્તરે  સમસ્યાના ઉકેલ માટે સમસ્યાનો સામનો વિચારપૂર્વક કર્યો હોય ત્યારે જ વિકસી શકે. વિદ્યાર્થીમિત્રો, તમે જ તમારા મેન્ટર છો એવું સ્વીકારી કારકિર્દીની સફળતા માટે જરૂરી કૌશલ્યોમાં નિપુણતા મેળવવાનું શરૂ કરી દો. તમારી નિપુણતા જ પૂર્ણતા તરફ લઇ જશે.

Most Popular

To Top