Trending

ગધેડાને પીઠ પર લાદીને વ્યક્તિ બસમાં ચઢ્યો, લોકોએ કહ્યું- ઐતિહાસિક ક્ષણ છે.. જુઓ વીડિયો

અત્યાર સુધી તમે ગધેડા પર બેસીને તેની સવારી કરતા માણસની કહેવત સાંભળી હશે. પરંતુ ગધેડો માણસની પીઠ પર સવાર થયો હોય તેવું ક્યારેય સાંભળ્યું ન હશે. પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો (Video) સામે આવ્યો છે તેમાં એક વ્યક્તિ ગધેડાને (Donkey) પીઠ પર લઈને બસમાં (Bus) ચઢતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ નેટીઝન્સ કોમેન્ટ બોક્સમાં (Comment Box) કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર પણ વાયરલ થઈ રહ્યો છે.

માણસની પીઠ પર ગધેડો
આ આશ્ચર્યજનક વીડિયોમાં તમે જોશો કે બસમાં મુસાફરો સીટ માટે ઝડપથી ચઢી રહ્યા છે. કેટલાક મુસાફરો સીટ ન મળતા બસની છત પર ચઢી રહ્યા છે. એક માણસ તેના ગધેડા સાથે અહીં પહોંચ્યો. તેણે સીડીની મદદથી બસની છત પર ચઢવાનું શરૂ કર્યું. તેણે ગધેડાને પીઠ પર બેસાડ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો પાકિસ્તાનનો છે. પરંતુ અમે તેની પુષ્ટિ કરતા નથી.

થોડીક સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. તેને @HasnaZarooriHai નામના ટ્વિટર હેન્ડલ પર અપલોડ કરવામાં આવ્યો છે. મોટાભાગના યુઝર્સ તેના પર હસતા ઇમોજી પોસ્ટ કરી રહ્યા છે. જોકે સાથે લોકોએ ખૂબ સારી કોમેન્ટ પણ કરી છે. લોકોએ તેને પોતાના પ્રાણી કે પેટ પ્રત્યેની સંવેદનશીલતા બતાવી છે. કેટલાક લોકોનું કહેવું છે કે જે વ્યક્તિએ ગધેડાને પોતાની પીઠ પર ઉંચક્યો છે તેની સરાહના કરવી જોઈએ. કારણકે આ વ્યક્તિમાં કેટલી તાકત હશે કે તેણે 100-150 કિલોના ગધેડાને પોતાની પીઠ પર લાદી દીધો છે અને તે દાદર ચઢી રહ્યો છે.

Most Popular

To Top