Madhya Gujarat

બોરસદના ‌વિજયોત્સવમાં રાજકીય આગેવાનોના પરિવારોનો દબદબો

આણંદ : બોરસદ તાલુકાની 39 ગ્રામ પંચાયતોની મત ગણતરી મંગળવારે સવારે 9 વાગ્યાથી શહેરની જેડી પટેલ હાઈસ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી.હાઈસ્કૂલના 16 રૂમોમાં 16 ગ્રામ પંચાયતની એક સાથે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં 2 થી ત્રણ કલાક જેટલો સમય એક ગ્રામ પંચાયતની મત ગણતરી કરતા  થયો. મતગણતરી દરમિયાન રાજકીય મોરચે આગેવાની કરતા નેતાઓના પરિવારના સભ્યો મોટી સંખ્યામાં વિજેતા બન્યા છે .મત ગણતરી કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારોના સમર્થકો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા. મત ગણતરીને લઇ કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સવારથી મોડી રાત્રી સુધી મતગણતરી દરમિયાન ૩૦ જેટલા ગામોની મતગણતરી પૂર્ણ કરાઈ હતી. જ્યારે અન્ય ૯ જેટલા ગામોની ગણતરી ચાલું રહી હતી.

ગાજણા ખાનપુર ગ્રામ પંચાયતના એક એક  વોર્ડમાં સરખા મત મળતા ચીઠી ઉછાળી વિજેતા

બોરસદ તાલુકાના ગાજણા ગામની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં વોર્ડ નં 6માં બન્ને ઉમેદવારોને 104 મત મળ્યા હતા જેને લઇ બન્નેની સહમતીથી ચૂંટણી ઓફિસર દ્વારા ચિઠ્ઠી ઉછાળી વિજેતા જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં ચિઠ્ઠી ઉછાળતા પાર્વતીબેન રામસિંહ જાદવ વિજેતા થયા હતા ખાનપુર વોર્ડ નં 10માં ચિઠ્ઠી ઉછાળી વિજેતા જાહેર કરવામાં આવ્યા .ખાનપુર ગ્રામ પંચાયતની મત ગણતરીમાં વોર્ડ ૧૦માં સભ્યપદના ઉમેદવાર લલીતાબેન મહેશભાઈ પટેલ અને સજ્જન બેન રમેશભાઈ પરમાર બન્ને ઉમેદવારોને એક સરખા ૧૨૯ મત મળ્યા હતા.  જેમાં ચિઠ્ઠી ઉછાળતા સજ્જનબેન રમેશભાઈ પરમારને વિજેતા જાહેર કરાયા હતા.

Most Popular

To Top