Dakshin Gujarat

ડોલવણના યુવકને કાળ નડી જતા તેનું પ્રાણપંખેરું ઉડી ગયુ

વ્યારા: ડોલવણના (Dolvan) મહુવરિયા ગામના (Mahuvaria village) શખ્સની મોટરસાઇકલને (Motorcycle) અજાણ્યા મોટરસાઇકલ ચાલકે ટક્કર (Hit) મારતાં તેનું સ્થળ પર જ મોત (Death) નીપજ્યું હતું. સુરતના મહુવાના મહુવરિયા ગામે પ્રતાપ બિલામ ચૌધરી પોતાની મો.સા. લઈ ફળિયામાં આવેલી દુકાન પર કંઈક લેવા ગયા હતા. ત્યારે બપોરે ૩ વાગેના અરસામાં મહુવરિયા ગામથી ડોલવણની સીમમાં આવેલા દિનેશ દાનસીંગ ચૌધરીના ઘર સામે કોઈ અજાણ્યા મો.સા. ચાલકે પોતાની બાઇક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પ્રતાપ ચૌધરીની મોટરસાઇકલને ધડાકાભેર ટક્કર મારી હતી. આ અક્સ્માતમાં તેમને ગંભીર ઈજા થતામ કરુણ મોત નીપજ્યું હતું.આ અજાણ્યા વાહન વિરુદ્ધ તેના પુત્ર કલ્પેશ પ્રતાપ ચૌધરીએ ફરિયાદ આપતાં ડોલવણ પોલીસે (Police)ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે.

બસચાલકે ત્રણને અડફેટે લીધાં, માતાની નજર સામે પુત્રીનું મોત
ભરૂચ: ભરૂચ-દહેજ બાયપાસ રોડ પર મઢુલી સર્કલ પાસે લક્ઝરી બસના ચાલકે બાઈક પર સવાર દાદા-પુત્ર વધુ સહિત બાળકીને અડફેટે લીધાં હતાં. જેથી પાંચ વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ વિફરેલા લોકોએ રસ્તા પર ઊતરી આવી ચક્કાજામ કર્યો હતો. જેને લઈ પોલીસ વિભાગ પણ દોડતો થયો હતો.
રસ્તા પર ઊતરી સ્પીડ બ્રેકરની માંગ સાથે વાહનોને રોકી ચક્કાજામ
શુક્રવારે સવારના અરસામાં ભોલાવથી મહેશ હરિ પટેલ પુત્રવધૂ ડિમ્પુ ધર્મેશ પટેલ અને પાંચ વર્ષીય માસૂમ પૌત્રી ધ્યાનીને લઇ શ્રવણ ચોકડી જઈ રહ્યા હતા. એ વેળા દહેજ બાયપાસ રોડ પર નંદેલાવ સ્થિત મઢુલી સર્કલ પાસે પૂરપાટ ઝડપે ધરી આવેલી ખાનગી લક્ઝરી બસના ચાલકે બાઈકસવારોને જોરદાર અડફેટે લઇ તેમને હવામાં ફંગોળી દીધાં હતાં.
પોતાની માતાની નજર સામે આ ગોઝારા અકસ્માતમાં પાંચ વર્ષીય બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે દાદા અને માતાને ઈજા પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અગ્રણીઓ તેમજ રાહદારીઓ આક્રોશ
અકસ્માત બાદ આસપાસની સોસાયટીના લોકો ગામના પૂર્વ સરપંચ સહિત અગ્રણીઓ તેમજ રાહદારીઓ આક્રોશ સાથે ઊમટી આવ્યા હતા. રોષ ઠાલવી રસ્તા પર ઊતરી સ્પીડ બ્રેકરની માંગ સાથે વાહનોને રોકી ચક્કાજામ કરતાં ભારે હંગામો મચી ગયો હતો. આ બનાવ અંગેની જાણ એ ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવા સાથે મામલો થાળે પાડી સ્પીડ બ્રેકર બનાવવાની ખાતરી આપી હતી.

Most Popular

To Top