Dakshin Gujarat

કામદારોને વાપી જીઆઇડીસી પહોંચાડવા વલસાડ એસટી નિગમ 6 રૂટ ઉપર 34 નવી ટ્રીપ શરૂ કરશે

વલસાડ : વલસાડ (Valsad) સેન્ટ્રલ એસટી (ST) ડેપોના નવા મકાનનું લોકાર્પણ 3 સપ્ટે. શનિવારે સાંજે 5.30. કલાકે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે કરવામાં આવશે. સાથે એશિયાની સૌથી મોટી વાપીની જીઆઇડીસીમાં (Vapi GIDC) જતાં કામદારો માટે વિવિધ એસટી ડેપોમાંથી વધારાના 6 રૂટ પર 34 એસટી ટ્રીપ શરૂ કરાશે. જેની પણ શરૂઆત મંત્રી કરશે. આ બસ સેવાને કર્મયોગી રથ નામ આપવામાં આવ્યું છે. જેમાં હાલે પ્રાથમિક ધોરણે વલસાડ, ધરમપુર, દમણ, ઉમરગામ, નારગોલ, ખેરગામ વાપી, ધરમપુર, બીલીમોરા અને ચીખલી સહિતના રૂટનો સમાવેશ થયો છે. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રેયાણી પણ ઉપસ્થિત રહેશે.

દેવસર આશ્રમ શાળાનાં વિદ્યાર્થીઓ માટે એસટીની સુવિધા શરૂ થઇ
બીલીમોરા : બીલીમોરા કાંઠા વિસ્તારના ગોયંદી – ભાઠલા બી.કે પટેલ સાર્વજનિક હાઇસ્કૂલ અને શ્રીમતી આર.બી. પટેલ હાયર સેકન્ડરી સાયન્સ સ્કૂલમાં ધો.૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જેઓ દેવસર સર્વોદય વિદ્યાર્થી આશ્રમ શાળાથી ભાઠલા હાઇસ્કૂલ સુધી દરરોજ અભ્યાસ માટે અપડાઉન કરે છે. જેમની સુવિદ્યા માટે એસ.ટી. નિગમ વલસાડ ડીવિઝન અને બીલીમોરા વિભાગ તરફથી એસ.ટી. બસની સુવિધા પૂરી પાડવામાં આવી છે. જેને પગલે વાલી વિદ્યાર્થીઓમાં આનંદ વ્યાપી ગયો હતો. સવાર સાંજ સમયબદ્ધ બસ સુવિધાને પગલે વિદ્યાર્થીઓના સમયની બચત થશે અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે. શાળાના મુખ્ય દરવાજા સામે શુક્રવારે એસ.ટી. બસનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ગણદેવી તાલુકા પંચાયતના સભ્ય વિનોદ પટેલના પ્રયત્ન થકી બસ સેવા પ્રાપ્ત થયેલી છે. ગામના સરપંચ પ્રશાંત પટેલ, તેમજ કારોબારી સભ્યો, ગામના નવયુવાન મિત્રો તથા વિદ્યાર્થીઓ, શિક્ષક ભાઇઓ અને બહેનો અને શાળાના ઇનચાર્જ આચાર્ય દિવ્યેશ રાઠોડ સહિત વાલી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top