Gujarat

ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા, સંકલન અને નવી દિશા અંગે વાઇસ ચાન્સેલર્સ કૉન્ક્લેવ–2026માં ચર્ચા

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–2020ના અસરકારક અમલીકરણ માટે વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા નવતર પ્રયાસો, શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટેની પહેલ તેમજ NAACની નવી બાઇનરી એક્રેડિટેશન પદ્ધતિ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા જીટીયુ ખાતે યોજાયેલી “ગુજરાત રાજ્ય વાઇસ ચાન્સેલર્સ કૉન્ક્લેવ–2026”માં કરવામાં આવી હતી.
આ કૉન્ક્લેવનું આયોજન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના સહયોગથી અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.

આ કૉન્ક્લેવમાં રાજ્યની આશરે 9 યુનિવર્સિટીઓના કુલપતિઓ, રજીસ્ટ્રારઓ તેમજ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના વિકાસ સાથે સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

કૉન્ક્લેવનો મુખ્ય હેતુ રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ વચ્ચે સંકલન અને સહકારને વધુ મજબૂત બનાવવાનો હતો, જેથી ગુજરાતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રને નવી દિશા અને ગતિ પ્રાપ્ત થઈ શકે. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે પરસ્પર સહકારથી આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આ પ્રકારના સંવાદાત્મક અને દિશાદર્શક કૉન્ક્લેવ ભવિષ્યમાં પણ નિયમિત રીતે યોજાતા રહે તેવી આશા અને ખાતરી વ્યક્ત કરવામાં આવી હતી.

Most Popular

To Top