Vadodara

શહેરના નાગરીકો ગંદુ પાણીપીવા મજબૂર : કાયમી સમસ્યા

વડોદરા: વડોદરા શહેરમા પીવાનું પાણી વિવિધ વિસ્તારો મા ગંદુ, પીળું, કાળું, વાસ મારતું પાણી આવતું હોવાની અનેક ફરિયાદો પાલિકાના ચોપડે નોઘાય છે. નિરાકરણ ન આવતા મોરચા, આંદોલન કરવામાં આવે છે. છતાં પાલિકા નાગરિકોને ને ચોખ્ખું પાણી આપી શક્તિ નથી જેના માટે સરકાર કરોડો રૂપિયા આપે છે. છતાં ગંદા પાણી ની સમસ્યા ઠેરની ઠેર જોવા મળે છે. મહાનગરપાલિકાના વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાંથી ગંદા પાણીની ફરિયાદો ઉઠી છે અને લોકોને પીળા અને લીલા કલરનું પાણી સપ્લાય થાય છે. આટલા મોટા પ્રમાણમાં પીળુ પાણી આવે તેની તપાસ કરતા મૂળ સ્ત્રોત મહિસાગર નદીનું પાણી દુષિત થયું છે. સ્થળ તપાસમાં સામે આવ્યું કે, નદીનું પાણી લીલા કલરનું છે, ત્યાંથી રાયકા ફ્રેન્ચવેલમાંથી જે પાણી આવતું હતું તે પીળાશ પડતું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે જીપીસીબીને પત્ર લખ્યો હતો અને સેમ્પલ લેવડાવ્યા હતા. તેના રિપોર્ટ જાહેર કરવાની વાત હતી. અને રિપોર્ટ આવવાની વાત હતી. પાલિકાની પીએચસીમાં ફોન કર્યો. ત્યાંથી જાણ્યું કે, હજી અમારો રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટ 48 કલાક પછી આવશે. કોઇપણ રિપોર્ટ આવ્યા વગર કયા આધારે પાલિકાએ નોટીસ આપી કે, પ્રાથમિક તબક્કે પાણી પીવા લાયક છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાયકા, ફાજલપુર અને પોઇચા આ ત્રણ ઇન્ટેક વેલ છે, ત્યાં તો આપણી પાસે ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી. નદીનું પાણી દુષિત હોય અને કોઇ ટ્રીટમેન્ટ પ્લાન ન હોય તો તેની વૈકલ્પિક વ્યવસ્થા શું? કોઇ પ્લાન બી નથી. પાલિકાની મજબુરી છે કે, આ જ પાણી આપવું પડે. એટલે નાગરિકોને ગેરમાર્ગે દોરે છે. આ તો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થાય છે. અમે ત્રણેય ફ્રેન્ચવેલ પર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવે તેવી અમારી માંગણી છે. મહીસાગર નદીમાં પ્રદુષણ વધતું જ જાય છે. પહેલા સિંઘરોટના ઇન્ટેક વેલ સુધી કેમિકલ કન્ટામીનેશન આવતું હતું. હવે તો આપણી ફ્રેન્ચવેલની આજુબાજુનું પાણી દુષિત થયું હોય તેમ લાગે છે.લોકહિતમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી હાથ ધરવી જોઇએ.

વિરોધ પક્ષના નેતા એ કહ્યું હતું કે, એક જમાનામાં વોટર મેનેજમેન્ટમાં વડોદરા શહેર બેસ્ટ હતું, 27 વર્ષના ભાજપના શાસનમાં શાસકો ગંદુ પાણી આપવા મજબુર છે અને તેની નોટીસ આપીને પાણી સ્વચ્છ છે તેવી જાહેરાત કરે છે. અત્યારે કારેલીબાગ, સમા, ફતેગંજ, નવાયાર્ડ, નિઝામપુરા, છાણી અને સુભાનપુરા તમામ જગ્યાઓ પર પીળાશવાળું પાણી મળશે. લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા છે. ગંદુ પાણી હોય તો ઓછું પાણી આપવાથી શું થશે. પાલિકા રૂ. 1800થી વધુ વેરો લે છે અને સ્વચ્છ પાણી ન આપે, રોગચાળાનો ભય રહે છે જો આવુ જ પાણી આપવામાં આવશે અને શહેરમા રોગચાળો ફાટી નીકળશે તો તેની જવાદારી કોણ લેશે.

Most Popular

To Top