SURAT

ડીજેમાં નાચતી વખતે કોણી વાગી જતાં ઉશ્કેરાઈને કિશોરે ગળે બ્લેડના ચીરા માર્યા

સુરત: સચિન (Sachin) -પારડી (Pardi) ખાતે હળપતિવાસમાં મિત્રની બહેનનાં લગ્ન પૂર્વે ડીજે પાર્ટીમાં (Party) નાચતી વખતે કોણી લાગતાં કિશોર ઉપર જીવલેણ હુમલો (Attack) થયો હતો. કિશોરના ગળે બ્લેડના (blade) ઘા મારી હત્યાનો (Murder) પ્રયાસ થતાં સચિન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

  • મિત્રની બહેનના લગ્ન પ્રસંગ પૂર્વે ડીજેનું આયોજન કરાયું હતું
  • ડીજેમાં નાચતી વખતે કોણી વાગી જતા જીવલેણ હુમલો કરાયો
  • ઉશ્કેરાઈ જઈ આરોપીએ બે-ત્રણ વખત ગળા પર બ્લેડના ઘા મારી દીધા
  • પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ

સચિન ખાતે સાંઈસિદ્ધિ રો હાઉસમાં રહેતા 26 વર્ષીય કરનકુમાર લીંબાભાઇ પાડવીએ સચિન પોલીસ સ્ટેશનમાં 17 વર્ષના તરુણ (રહે.,પારડી કણદે, સચિન)ની સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે હળપતિવાસમાં ધર્મેશ તેના મિત્રની બહેનનાં લગ્ન પૂર્વે ડીજેમાં નાચવા ગયો હતો. જ્યાં રાત્રે કિશોરની બાજુમાં ધર્મેશ રાઠોડ નાચતો હતો. નાચતાં નાચતાં ધર્મેશની કોણી બે-ત્રણ વખત કિશોરને લાગી ગઈ હતી. જેથી ઉશ્કેરાઈ ગયેલા કિશોરે ધર્મેશ રાઠોડના ગળામાં બ્લેડથી બે ચેકા મારી ગળું કાપી જીવલેણ હુમલો કર્યો હતો. સચિન પોલીસે આ અંગે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

સચિનમાં મોબાઈલ પર વાત કરવામાં મશગૂલ યુવકનું પાંચમા માળેથી પટકાતાં મોત
સુરત : સચિન ખાતેના સુડા સેક્ટર-2માં પાંચમાં માળે અગાસીની પાળી પર બેસી મોબાઈલ ઉપર વાત કરતી વખતે નીચે પટકાયેલા યુવકનું મોત નીપજ્યું હતું.

  • આટા મિલમાં હેલ્પર આનંદા કોળી ટેરેસની પાળી ઉપર બેઠો હતો ત્યારે પટકાયો હતો

પ્રાપ્ત વિગતો મુજબ સચિનમાં આવેલા સુડા સેક્ટર-2માં રહેતો 34 વર્ષીય આનંદા રતીલાલ કોળી મૂળ મહારાષ્ટ્રના અમલનેરનો વતની છે અને સચિનના હોજીવાલા ખાતે રોડ નં.15 પર આવેલી આટા મિલમાં હેલ્પર તરીકે નોકરી કરતો હતો. આનંદા બુધવારે રાત્રિના સમયે પાંચમાં માળે અગાસી ઉપર બેસી મોબાઇલમાં વાત કરી રહ્યો હતો, વાત કરવામાં મશગૂલ આનંદા અચાનક નીચે પટકાયો હતો. માથા તેમજ પીઠના ભાગે આનંદાને ગંભીર ઇજા થઇ હતી. આથી સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top