National

ઓમિક્રોનના જોખમ વચ્ચે શું ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે?, ત્યાંની સરકારના આ નિવેદન બાદ પરિસ્થિતિ બદલાઈ

દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ( India cricket team)ડિસેમ્બર માસમાં સાઉથ આફ્રિકાના (South Africa) પ્રવાસ પર જઈ રહી છે. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા આ પ્રવાસ રદ કરવામાં આવી શકે છે. કારણ કે કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોનનો (Omicron variant) પ્રથમ કેસ સાઉથ આફ્રિકામાંથી મળી આવ્યો છે. જેના કારણે આખા વિશ્વમાં સંકટનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ સાઉથ આફ્રિકાના વિદેશ મંત્રાલયે ભારતને વિશ્વાસ અપાવ્યો છે કે ટીમ ઈન્ડિયા માટે સુરક્ષિત માહોલની વ્યવસ્થા કરવાની કોશિશ કરીશું. ભારતીય ક્રિકેટ ટીમે 17 ડિસેમ્બરે સાઉથ આફ્રિકામાં ટેસ્ટ મેચ (test match) રમવાની છે. ટીમ ઈન્ડિયા 8 ડિસેમ્બરે સાઉથ આફ્રિકા જવા રવાના થશે પરંતુ હજી સુધી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

સાઉથ આફ્રિકાના વિદેશ મંત્રાલયે BCCIનો આભાર માન્યો છે કારણ કે ટીમ ઈન્ડિયા-એ આટલી વિકટ પરિસ્થિતિમાં પણ સાઉથ આફ્રિકાનો પ્રવાસ ચાલુ રાખ્યો છે. મંગળવારે ઈન્ડિયા-એ અને સાઉથ આફ્રિકા-એ ની વચ્ચે મેચ યોજાશે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા માટેનો પ્રવાસ 17 ડિસેમ્બરથી ચાલું થશે. આ પ્રવાસમાં ત્રણ ટેસ્ટ મેચ , ત્રણ વન-ડે અને ચાર ટી-20 મેચ રમાશે. ટીમ ઈન્ડિયા 8 ડિસેમ્બરે સાઉથ આફ્રિકા જવા રવાના થશે. જો કે, દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટના પ્રવેશ પછી, આ પ્રવાસને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. ભારત સરકાર પણ આ પ્રવાસ અંગે વિચારી રહી છે અને સાથે જ દક્ષિણ આફ્રિકામાં બનતી દરેક ઘટના પર નજર રાખી રહી છે.

સાઉથ આફ્રિકામાં ટીમ ઈન્ડિયા સુરક્ષિત ?

સાઉથ આફ્રિકાના વિદેશ મંત્રાલયે ભારતને વિશ્વાસ અપાવ્યો છે કે ભારતની ટીમ માટે દરેક પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે ભારતની ટીમ દક્ષિણ આફ્રિકામાં પગ મુકશે ત્યારે બાયો સિક્યોર એનર્વાયરમેન્ટ ( જૈવિક સુરક્ષિત વાતાવરણ) પૂરુ પાડવામાં આવશે. સાઉથ આફ્રિકાના વિદેશ મંત્રાલયે BCCIનો આભાર માન્યો છે ટીમ ઈન્ડિયા-એ આટલી વિકટ પરિસ્થિતિમાં પણ સાઉથ આફ્રિકાનો પ્રવાસ ચાલું રાખ્યો છે. ભારતે જ્હોનીસબર્ગ (Johannesburg) માં પ્રથમ ટેસ્ટ મેચ રમવાની છે જે 17 ડિસેમ્બરથી શરૂ થશે. આ ઉપરાંત ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયન, 3 જાન્યુઆરીથી કેપટાઉન ( Cape town)માં ટેસ્ટ મેચ રમાશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે યોજનારી આ મેચ ખાસ છે કારણ કે તે જ સમયે દક્ષિણ આફ્રિકાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરવાને 30 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.

Most Popular

To Top