National

ઈન્દિરા ગાંધી એરપોર્ટના કાર્ગો ટર્મિનલમાંથી રોકડા 4 કરોડ ઝડપાયા દિલ્હીથી ક્યાં મોકલાતી હતી આ કેશ

નવી દિલ્હી : દિલ્હી (Delhi) પોલીસ પ્રસાસને રવિવારે ઇન્દિરા ગાંધી (Indira Gandhi) કાર્ગો ટર્મિનલમાં (Cargo Terminal) સંયુક્ત રીતે એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ત્યારે રોકડા ચાર કરોડ કેશ (Cash) ઝડપી લેવામાં આવ્યા હતા. આ તમામ નોટોની ગણતરી કરવામાં આવી હતી. ત્યારે કુલ રકમ ચાર કરોડ જેટલી થઇ હતી. જોકે આટલી મોટી માત્રામાં પ્રાપ્ત થયેલી રકમ અહીં ક્યાંથી આવી હતી અને કોની પાસે પહોંચવાની હતી તે હજી સુધી જાણવા મળ્યું નથી.હાલતો પોલીસ (Police) અને પ્રસાશન બન્ને આ ઘટના અંગેની પડતાલમાં લાગી ગયા છે.

આ નોટો 500 અને 2000ના ડિનોમેશનમાં છે
આઈજીઆઈ એરપોર્ટ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર રવિવારે સાંજે કાર્ગોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. એરપોર્ટ અધિકારીઓને ત્રણ કોર્ટનમાં રાખવામાં આવેલી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. યોગ્ય તપાસ કરતાં ત્રણેય કાર્ટનમાં રૂ. 3.70 કરોડ રાખવામાં આવ્યા હતા. નોટોની સાથે અન્ય કેટલીક વસ્તુઓ પણ કાર્ટનમાં રાખવામાં આવી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નોટો 500 અને 2000ની નોટોમાં છે. સૌથી વધુ 500ની નોટ છે. આ રકમ એર એશિયાની ફ્લાઈટ દ્વારા કેરળ મોકલવામાં આવી રહી હતી. આ રકમ દિલ્હીની એક કુરિયર કંપની દ્વારા મોકલવામાં આવી રહી હતી. એરપોર્ટ જિલ્લા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસે શરૂઆતમાં આ જથ્થો જપ્ત કર્યો હતો. બાદમાં CrPCની કલમ 102 હેઠળ નોટિસ આપીને તપાસ આવકવેરા વિભાગને સોંપવામાં આવી છે.

રકમ સાથે સંબંધિત કેટલાક લોકોની અટકાયત કરી
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ, દેશનો ગુપ્તચર વિભાગ અને આઈજીઆઈ એરપોર્ટ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કાર્ગો ચેકિંગ દરમિયાન આટલી મોટી રકમ મળવા અંગે દિલ્હી પોલીસને 100 નંબર પર પીસીઆર કોલ કરીને જાણ કરવામાં આવી હતી.પોલીસે આ રકમ સાથે સંબંધિત કેટલાક લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિલ્હીની એક કંપનીએ આ પૈસા કેરળની એક કંપનીને મોકલ્યા હતા
સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર જપ્ત કરવામાંમાં આવેલી આ નોટોના બંડલ દિલ્હીથી કેરળ જઈ રહ્યા હતા. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હીની એક કંપનીએ આ પૈસા કેરળની એક કંપનીને મોકલ્યા હતા. પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી છે. દેશની સુરક્ષા એજન્સીઓ સ્પેશિયલ સેલ અને દિલ્હી પોલીસ સંયુક્ત રીતે તેમની આ ઘટનાના અનુસંધાનમાં હાલ તો પૂછપરછ કરી રહી છે.

Most Popular

To Top