National

ઠંડી વધશે: સોમવારથી ઘાટીમાં હિમવર્ષા અને વરસાદ થશે, ગુજરાતમાં પણ તાપમાન નીચું જશે

જમ્મુ અને કાશ્મીરના (Jammu And Kashmir) ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે કહ્યું છે કે આગામી 24 કલાકમાં ડોડા, કિશ્તવાડ, પૂંચ, રામબન, બાંદીપોર અને કુપવાડા જિલ્લામાં મધ્યમ જોખમી સ્તરના હિમપ્રપાત (Snowfall) અને બારામુલ્લા અને ગાંદરબલ જિલ્લામાં નીચા જોખમી સ્તરના હિમપ્રપાતની સંભાવના છે. આ સાથે વિભાગે લોકોને સાવચેતી રાખવા અને આ વિસ્તારોમાંથી દૂર રહેવાની સલાહ આપી છે. જમ્મુ કાશ્મીરમાં બરફ (Snow) પડવાને કારણે તેની અસર અન્ય રાજ્યોમાં પણ જોવા મળશે. ગુજરાતમાં (Gujarat) પણ આવનારા પાંચ દિવસ વધુ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે કહ્યું કે ઘાટીમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ અથવા બરફ પડવાની સંભાવના છે. આ મુજબ સોમવારથી બુધવાર સુધી કાશ્મીરના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. ગુરુવાર અને શુક્રવારે અમુક સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. કાશ્મીર હાલમાં ‘ચિલ્લાઇ કલાન’ની પકડમાં છે. 40 દિવસના આ સૌથી કઠોર હવામાન સમયગાળા દરમિયાન હિમવર્ષા થવાની શક્યતા વધુ છે. ચિલ્લાઇ કલાન 21મી ડિસેમ્બરે શરૂ થાય છે અને 30મી જાન્યુઆરીએ સમાપ્ત થાય છે. આ પછી પણ શીત લહેર ચાલુ રહે છે અને ‘ચિલ્લાઇ ખુર્દ’ 20 દિવસ અને ‘ચિલ્લાઇ બચા’ 10 દિવસ સુધી ચાલે છે.

ગુજરાતમાં 27 જાન્યુઆરી સુધી કડક ઠંડી પડશે
દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે આવનારા 5 દિવસો દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધુ રહેશે. રાજ્યમાં ઠંડા પવન ફૂંકાવાને કારણ તાપમાન 2થી 3 ડીગ્રી સુધી નીચું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે 25થી 27 જાન્યુઆરી સુધી વધુ ઠંડી પડવાની આગાહી કરી છે.

Most Popular

To Top