Dakshin Gujarat

કતારગામના શખ્સ વિરુદ્ધ ઓલપાડમાં બળાત્કારની ફરિયાદ

દેલાડ: (Delad) સુરતના (Surat) કતારગામ (Katragam) વિસ્તારના બાપા સીતારામ નજીકની નંદનવન સોસાયટીના મકાન નં.૩૮૭માં ગોપાલ સંદીપ ભૂવા નામનો એક શખ્સ રહે છે. આ લંપટને અગાઉ ઓલપાડના (Olpadd) ઉમરા ગામની સૌરાષ્ટ્રવાસી રહીશોની એક સોસાયટીમાં રહેતી મહિલા સાથે લીવ ઈન રિલેશનશીપ (Live in Relationship) હોવાથી તે એફિડેવિટ કરીને સાથે રહેતી હતી. પરંતુ ત્યાર પછી આ લંપટ સાથેના તમામ કરારો રદ કરી તેની સાથેના તમામ સંબંધો પૂરા કરી દીધા હતા. છતાં આરોપી ભોગ બનનાર મહિલાના ફ્લેટના રૂમમાં પહોંચી જતો અને તેણીની એકલતાનો લાભ લઈ અવારનવાર બળાત્કાર કરતો હતો.

પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતો હતો
મહિલા તેનો વિરોધ કરતી ત્યારે અંગત પળોના ફોટાઓ બધાને બતાવી બદનામ કરવાની ધમકી આપતો હતો અને ગાળો આપી માર મારી તેને ગમે ત્યાં વેચી નાંખી તેના પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતો હતો. આથી કંટાળી ગયેલી મહિલાએ ઓલપાડ પોલીસમથકમાં તેની સાથે બળાત્કાર સહિત ધમકીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે આરોપીને દબોચી બનાવવાળી જગ્યાએ એફ.એસ.એલ. અધિકારીને મોકલી તપાસ શરૂ કરી છે. અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

સગીરા સાથે બળાત્કાર ગુજારનાર સાવકા પિતાને 20 વર્ષની સખત કેદ
સુરત : ભટારમાં 15 વર્ષિય સગીરાની માતા મોટી બહેનની ડિલીવરી માટે સાસરીમાં ગઇ ત્યારે સાવકા પિતાએ સગીરાની સાથે જ રેપ ગુજાર્યો હતો. આ ગુનામાં કોર્ટે આરોપી સાવકા પિતાને તકઅસીરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા અને 1 હજારનો દંડ કરતો હુકમ કર્યો હતો. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને 3 લાખનું વળતર આપવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને આદેશ આપ્યો હતો.આ કેસની વિગત મુજબ ભટાર રોડમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવરે ત્રણ સંતાનની માતા સાથે બીજા લગ્ન કર્યા હતા. આ મહિલાની મોટી પુત્રીના લગ્ન થઇ ગયા હતા, જ્યારે તેણીનો એક પુત્ર અને એક પુત્રી તેની સાથે જ રહેતા હતા. સને-2021માં આ મહિલાની મોટી પુત્રી ગર્ભવતી બની હતી અને ડિલીવરી માટે તે તેના સાસરીયામાં ગઇ ત્યારે સગીરાના સાવકા પિતા ધર્મેન્દ્ર રામસાગર રાયએ 15 વર્ષિય સગીરાની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ સાથે જ સગીરાના મોટાભાઇ તેમજ તેની માતાને મારી નાંખવાની ધમકી આપી હતી. 15 દિવસ બાદ ધર્મેન્દ્રની પત્ની સુરત આવી ત્યારે 15 વર્ષિય સગીરા તેને જોઇને રડવા લાગી હતી.

Most Popular

To Top