Dakshin Gujarat

દમણના દરિયામાં ડૂબી ગયેલા સુરતના યુવાનની લાશ દાંડી દરિયા કિનારેથી મળી

નવસારી : મોટી દમણના (Moti Daman) દરિયામાં ડૂબી ગયેલા સુરતના (Surat) યુવાનની લાશ (Death Body) દાંડી (Dandi) દરિયા કિનારેથી (Ses Sore) લાશ મળી હોવાનો બનાવ જલાલપોર પોલીસ મથકે નોંધાયો છે.મળતી માહિતી મુજબ, સુરતના ડીંડોલી મહાદેવ નગરમાં રાહુલભાઈ સુરેશભાઈ કસ્બે તેમના પરિવાર સાથે રહેતો હતો. ગત 18મીએ રાહુલ તેના મિત્રો સાથે દમણ ફરવા માટે ગયો હતો. જ્યાં મોટી દમણ લાઈટ હાઉસ પાસે કિનારે ન્હાવા માટે મિત્રો સાથે ગયો હતો. પરંતુ રાહુલ દરિયાના ઊંડા પાણીમાં ન્હાવા પડતા તે ડૂબી ગયો હતો. રાહુલ તેના મિત્રોને નહીં દેખાતા તેઓએ રાહુલને શોધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાહુલ મળ્યો ન હતો. જેથી રાહુલના મિત્રોએ મોટી દમણ કોસ્ટલ પોલીસને જાણ કરતા કોસ્ટલ પોલીસે પણ દરિયામાં રાહુલને શોધ્યો હતો.

  • રાહુલ દરિયાના ઊંડા પાણીમાં ન્હાવા પડતા તે ડૂબી ગયો હતો
  • મોટી દમણ લાઈટ હાઉસ પાસે કિનારે ન્હાવા માટે મિત્રો સાથે ગયો હતો

રાહુલની લાશ દાંડીના દરિયા કિનારે તણાઈ આવી હતી
ગત 23મીએ બપોરે રાહુલની લાશ દાંડીના દરિયા કિનારે તણાઈ આવી હતી. જેથી ગામજનોએ જલાલપોર પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી લાશનો કબજો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ કિશનની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. રાજુભાઈને સોંપી છે.

વાપીમાં દમણગંગા નદી પાસે રિક્ષાચાલકને મારમારી મુસાફરો ફરાર
વાપી : વાપી દમણગંગા સ્મશાનભૂમિ પાસે એક રિક્ષાચાલકને ત્રણથી ચાર જણાએ શરીરે ધારદાર હથિયારથી ઈજા પહોંચાડી ભાગી ગયા હતા. જે અંગે રિક્ષાચાલકે વાપી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નેહાનં-48 પર વાપી ચાર રસ્તાથી ચંદુ કાળીદાસ રોહિત પોતાની રિક્ષા લઈને ભીલાડ તરફ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તા જીઆઈડીસી નજીક દમણગંગા બ્રિજ પાસે સ્મશાનભૂમિ નજીક ઉભા રહેલા ત્રણથી ચાર અજાણ્યા ઈસમોએ રિક્ષાચાલકને હાથ કરી રિક્ષા ઉભી રખાવી હતી. જેમાં તેઓ બેસી ગયા બાદ પાછળથી કોઈક ઈસમે રિક્ષાચાલકને બેલ્ડ કે ચપ્પુ જેવા ધારદાર વસ્તુથી કાન અને દાઢી પર ઈજા પહોંચાડી મારમારી રસ્તામાં ઉતરી ભાગી ગયા હતા. જે બનાવ અંગે રિક્ષા ચાલકે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top