Vadodara

ઓફ લાઈન વર્ગોના દિવસો વધારવા AGSU દ્વારા ડીનને રજૂઆત કરાઇ

વડોદરા: એમ.એસ.યુનિ.માં ઓફ લાઈન વર્ગો  શરૂ થઈ ગયા હોવાથી વિધાર્થીઓ હવે તેમને જણાવેલ સમયે કોલેજોમાં આવી રહ્યા છે. ત્યારે બહારગામથી આવતા વિધાર્થીઓને એસટી ડેપો દ્વારા કંસેશન પાસ આપવામાં આવે છે.  કોમર્સ ફેકલ્ટીમાં સહુથી વધુ વિધાર્થીઓ આવતા હોય છે ત્યારે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા કોમર્સ ફેકલ્ટી ના ડીન ને આવેદનપત્ર આપીને વિધાર્થીઓની સમસ્યા અંગે રજુઆત કરવામાં આવી હતી.

કોમર્સ ફેકલ્ટી ના એફ.આર. અને એજીએસયુના વિધાર્થી અગ્રણી પંકજ જયસ્વાલ દ્વારા યુનિ.માં ઓફ લાઈન વર્ગો ની શરૂઆત થઈ ચુકી હોવાથી  બહારગામથી આવતા વિધાર્થીઓ ને એસટી બસ પાસ ના ફોર્મ  પર સહી સિક્કા કરવા બાબત તેમજ વિદ્યાર્થીઓના ઓફલાઈન લેકચર અઠવાડિયામાં ત્રણ વખત કરવા અંગે કોમર્સ ફેકલ્ટીના ડીન ને આવર્ડન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.  જે  વિદ્યાર્થીઓ વડોદરા બહારથી આવતા હોય તેમને માટે   બસ પાસના કંસેશન ફોર્મ પર સહી સિક્કા કરી આપવાની શરૂઆત કરવામાટે રજુઆત કરવામાં આવી હતી.

જેથી તેઓ ને આર્થિક રાહત મળે. અને વધુ વિધાર્થીઓ ભણવા આવી શકે. કોનર્સ ફેકલ્ટીમાં 4000 જેટલા વિધાર્થીઓ બસમાં પ્રવાસ કરીને ભણવા આવે છે  ત્યારે તેમબે રાહત મળે તેથી વહેલામાં વહેલી તકે  સુવિધા શરૂ કરવા જણાવાયું હતું. તેમજ વિદ્યાર્થીઓને ઓફલાઈન લેકચરથી ભણવામાં વધુ રસ છે તેથી  તેમને અઠવાડિયામાં એકવાર આવવાની તક મળે છે તો   તમામને અઠવાડિયામાં ત્રણ દિવસ  કોલેજમાં શિક્ષણ મળેવતે માટેની વ્યવસ્થા ઉભી કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. ડીન દ્વારા વિધાર્થીઓને ઓળતી મુશ્કેલીઓ ની વહેલામાં વહેલી તકે હલ કરવાનું જણાવાયું હતું જ્યારે બસ પાસના ફોર્મ પર સહી સિક્કા તુરતજ શરૂ કરવામાટે સહમતી દર્શાવી હતી. જ્યારે ઓફ લાઈન વર્ગોના દિવસો  વધારવા માટે હેડ ઓફીસ સાથે ચર્ચા વિચારણા કરીને વિધાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top