Vadodara

પ્રતિબંધને પગલે મહીસાગર નદીમાં દશામાની મૂર્તિઓનું વિસર્જન કરાયું

વડોદરા: જય સાંઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી શહેરની આઠ થી દસ હજાર પ્રતિમાઓનું પવિત્ર મહીસાગર નદીમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું શહેરમાં દશામાના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી જોકે કોરોના ને કારણે સરકારી નિયમોને પગલે દશામાની મૂર્તિના વિસર્જનને લઇ ભક્તોમાં મૂંઝવણ હતી શહેરના જળાશયોમાં પ્રતિમાના વિસર્જન પર પ્રતિબંધ હતો જેને પગલે મૂર્તિની સ્થાપના કરનાર માઈ ભક્તો મૂર્તિનું વિસર્જન ક્યાં કરવું તેને લઇ અસમંજસમાં હતા.

જોકે લોકોની મુશ્કેલી અને તકલીફોમાં ફરી એકવાર જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજેશ આયરે માઇભક્તોની મદદે આવ્યા હતા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આ વર્ષે પણ શહેરમાં દશામાની મૂર્તિના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી  જય સાઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનો સાથે મળી યુવા  કાઉન્સિલર શ્રીરંગ આયરેએ સુભાનપુરા ગોરવા ગોત્રી ઉંડેરા લક્ષ્મીપુરા સમતા સહિત વિસ્તારોની સોસાયટીઓ અને નગરોમાં ઘરે ઘરે જઈ દશામાની મૂર્તિ એકત્ર કરી હતી અને તમામ પ્રતિમાઓને ખાસ વાહન દ્વારા મહીસાગર લઇ લઇ જવામાં આવી હતી જ્યાં યુવાનોએ શ્રદ્ધાપૂર્વક  પવિત્ર મહીસાગર નદીમાં આશરે 8 થી 10 હજાર જેટલી પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું.

Most Popular

To Top