Gujarat Main

“ગુલાબ” મૂરઝાયું હવે ગુજરાત પર “શાહીન” વાવાઝોડાનો ખતરો: આ શહેરોમાં 3 દિવસ ભારે વરસાદ પડશે

અત્યાર સુધી ગુલાબ વાવાઝોડાની અસરના લીધે ગુજરાતના આકાશ પર સંકટના વાદળ ઘેરાયા હતા, હવે એક નવી આફત માથે મંડરાઈ રહી છે. ગુલાબની અસરના લીધે ઉત્તરીયપૂર્વ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદ્દભવ્યું છે, જેના લીધે અન્ય એક વાવાઝોડું ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં ત્રાટકે તેવી શક્યતાઓ ઉભી થઈ છે. હવામાન વિભાગ મુજબ ગુલાબની ઘાત ગુજરાતના માથેથી ટળી છે પરંતુ તેના કારણે વધુ એક વાવાઝોડું ત્રાટકી શકે તેવા સંકેત મળી રહ્યાં છે.

હવામાન વિભાગને એવું લાગી રહ્યું છે કે, ગુજરાતના દરિયા કિનારે ગુલાબ વાવાઝોડાની અસરને કારણે વધુ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. કચ્છના અખાતમાં ગુલાબ વાવાઝોડાની આંખ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. જેથી ગુજરાતના દરિયાકિનારે નવું શાહિન વાવાઝોડું ઉદભવશે. જે 1 ઓક્ટોબરથી અરબી સમુદ્ર સક્રિય થાય તેવું અનુમાન છે. પરતું રાહતની વાત એ છે કે શાહિન વાવાઝોડાની દિશા નલિયાથી કરાંચી, ઓમાનની હશે પણ તેની અસર કચ્છ, જામનગર, દ્વારકા સુધી રહેશે જેથી દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસશે તેવું હવામાન નિષ્ણાતો માની રહ્યા છે. 1 ઓક્ટોબરે કચ્છના નલિયામાં દરિયાકિનારે શાહિન વાવાઝોડું આકાર લેશે જેથી 3 દિવસ ભારે વરસાદની સંભાવના સેવાઇ રહી છે.

ગુલાબ વાવાઝોડાને કારણે સક્રિય થયેલી સિસ્ટમથી 3 દિવસ મધ્યમથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પાડવાનું અનુમાન છે સાથે જ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત પર મોટી આફત મંડરાઈ રહી છે. હાલ તો ગુલાબ વાવાઝોડાને કારણે સક્રિય થયેલી સિસ્ટમથી 3 દિવસ મધ્યમથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ તો કચ્છમાં 2 દિવસ ભારે વરસાદ વરસે તેવા વરતારા છે. હવામાન વિભાગે હાલ સાયક્લોન અંગે કોઇ ખતરો ન હોવાની વાત કરી છે. ગુલાબ વાવાઝોડું સાયક્લોન હાલ ડિપ્રેશન છે જે આગળ જતાં વેલમાર્ક લો પ્રેશર બનશે. પણ આ વાવાઝોડાના કારણે 30 સપ્ટેમ્બરે નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદભવશે તેવી હવામાન વિભાગ આગાહી છે.

આ અગાઉ ગુલાબ વાવાઝોડાની અસર રાજ્ય પર પડે તેવી શક્યતાઓ હતી. બંગાળના ખાડીમાં (Bay of Bangal) સક્રિય થયેલું ગુલાબ વાવાઝોડું (Gulab Cyclone) બંગાળની ખાડીથી આગળ વધ્યું હતું. આ વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન ગુજરાત સુધી પહોંચવાની શક્યતા હતી. વાવાઝોડાની અસરના કારણે 28-29 અને 30 સપ્ટેમ્બર અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં (South Gujarat, Saurashtra) આ વાવાઝોડાના કારણે ભારે વરસાદ વરસી શકે છે. આમ 27મી સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે.

હાથી નક્ષત્ર હોવાનાં કારણે વરસાદ ગાજશે અને ધોધમાર વરસશે

કચ્છ અને સૌરાષ્ટ્ર ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. 28-29-30-1 ઓક્ટોબર સુધી રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. હાથી નક્ષત્ર હોવાનાં કારણે વરસાદ ગાજશે પણ અને ધોધમાર વરસશે પણ. જો કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ બાદ ધીરે ધીરે ચોમાસુ વિદાય લેશે. જો કે હાલ ખેડૂતો વાવણી કરી રહ્યા હોવાથી આ વરસાદના કારણે ખેતીને નુકસાન થશે. ધાન્ય પાકો, કપાસ, શેરડી, મગફળી, કઠોળ અને તલ જેવા અનેક પાકોને ભારે નુકસાન થવાની શક્યતા છે.

Most Popular

To Top