SURAT

છાતીસમા પાણીમાં ઊભા રહીને ડીજીવીસીએલના કર્મચારીએ ડીપી રિપેર કરી

સુરત: (Surat) ભારે વરસાદમાં (Rain) છાતીસમા પાણીમાં ઊભા રહીને ડીજીવીસીએલના (DGVCL) કર્મચારીએ (Employee) ડીપી રિપેર (DP Repair) કરી પોતાની કર્તવ્યનિષ્ઠા ઉજાગર કરી હતી. તેમની આ સેવાને જોતા કંપની દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ગત તા.24મી સપ્ટે.ના રોજ પારડી અર્બન ફીડર કે જે સુરતના સચિન રૂરલ અને ખરવાસા એમ બંને સબ ડીવિઝનોનું સંયુક્ત ફીડર (Feeder) છે તેમાં ભારે વરસાદને કારણે ફોલ્ટ થવાથી તે બંધ થઇ ગયું હતું. સચિન રૂરલ સબ-ડીવિઝનના લાઈનસ્ટાફે પેટ્રોલિંગ કરી ખરવાસા સબ-ડીવિઝન સેક્સનનો D.O. ટેપિંગ જે પારડી હાઈસ્કૂલ નજીક ખાડી પાસે સ્થિત છે તે ભારે જહેમત સાથે ઉતારીને ૧૧ કે.વી. પારડી અર્બન ફીડર થકી ગણતરીના કલાકોમાં વીજ પુરવઠો પુન:સ્થાપિત કરી દીધો હતો. બાબતની જાણ સચિન રૂરલ સબ-ડીવિઝનના લાઈનસ્ટાફે ખરવાસા સબ-ડીવિઝનના લાઈનસ્ટાફને કરી હતી. જેથી ખરવાસા સબ-ડીવિઝનના લાઈનસ્ટાફે પારડી હાઈસ્કૂલ નજીક જઈને ખરવાસાના સેક્સનની આખી વીજલાઈન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

  • ભારે જહેમત સાથે ગણતરીના કલાકોમાં વીજ પુરવઠો પુન:સ્થાપિત કરી દીધો હતો
  • કામગીરી બદલ કંપનીના એમડી દ્વારા પ્રશંસાપત્ર પાઠવી કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું

જે દરમિયાન અંબિકાનગર નજીક એક તૂટી ગયેલા જંપરને રિપેર કર્યું અને ખાડી પાસે આવેલ D.O. ટેપિંગના સ્થળ પર ઓપરેશન હાથ ધરાયું હતું. આ સ્થળ પર છાતી સુધી પાણી ભરાયેલા હોવાથી સલામતી માટે વીજ પુરવઠો બંધ કરાવી ખરવાસા સબ ડિવિઝનના ઈલે. આસિસ્ટન્ટ વિક્રમ પટેલે ઊંડા પાણીમાં ઉતરીને દિલધડક ઓપરેશન કરી D.O. ટેપિંગ પાસે જઇ અને D.O. નાખવાની કામગીરી સફળતાપૂર્વક કરી હતી. તેમની બહાદુરતા અને કુનેહથી ગણતરીના કલાકોમાં આ વિસ્તારનો અંધકાર દૂર કરાયો હતો. આ કામને બિરદાવવા માટે વિક્રમ પટેલને કંપનીના મેનેજિંગ ડિરેકટર અરવિંદ વિજયન દ્વારા ખાસ બિરદાવવામાં સાથે પ્રશંસાપત્ર પાઠવી વિક્રમભાઈનું વિશેષ સન્માન કરાયું હતું.

Most Popular

To Top