Dakshin Gujarat

વાપીમાં ઓનલાઇન ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઝડપાયા

વાપી : વાપી જીઆઇડીસીના હાઈવે સર્વિસ રોડ ઉપર આવેલી બોસ્ટન ટી સેન્ટરની સામેના રસ્તા ઉપર પાકિસ્તાન (Pakistan) અને આફ્રિકા (Afrika) વચ્ચે રમાતી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની (T20 World Cup) ક્રિકેટ મેચ પર (Cricket Metch) ઓનલાઇન સટ્ટો રમાડતા એક ઈસમને જીઆઈડીસી પોલીસે (GIDC Police) બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 17,430 નો મુદ્દામાલ કબજે કરી આઈડી વેચનાર ચલાના નીરવ શાહને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસથી ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટની મેચમાં ઓનલાઈન હારજીતનો જુગાર રમી રમાડવાના અનેક કિસ્સા જોવા મળી રહ્યા છે. તેને ધ્યાને લઈ વાપી જીઆઇડીસી પોલીસની ટીમે બાતમીના આધારે વાપી જીઆઇડીસી ચાર રસ્તા હાઇવે ઓવરબ્રિજના સર્વિસ રોડ સામે બોસ્ટન ટી સેન્ટર પાસે ઉભેલા એક શંકાસ્પદ બલીઠામાં રહેતા કેયુમકરણ હુસેન ચૌધરીને ઝડપી પાડ્યો હતો.

મોબાઈલ ફોનમાં ઓનલાઇન મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો
તેની પાસેથી મોબાઈલ ફોનમાં ઓનલાઇન પાકિસ્તાન અને આફ્રિકા વચ્ચે રમાતી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની મેચના સ્કોર પર હાર જીતનો જુગાર રમતા હોવાનું જણાયું હતું. તેની પાસેથી રોકડા 12,430 અને 5000 રૂપિયાનો મોબાઇલ ફોન મળી ખુલે 17,430 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાપી જીઆઇડીસી પોલીસે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન આ ઓનલાઇન ક્રિકેટ પર હાર જીતનો જુગાર રમવા માટે આઈડી વેચનાર વાપી ચલાના ઇમ્પીરીયલ ટાવરમાં રહેતા નીરવ નવીનચંદ્ર શાહની પણ ધરપકડ કરી હતી.

ગણદેવીના દેસાડ ગામેથી તીનપત્તીનો જુગાર 4 ઝડપાયા
નવસારી : ગણદેવી પોલીસે બાતમીના આધારે દેસાડ ગામેથી તીનપત્તીનો જુગાર રમતા 4 ને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસને બાતમી મળી હતી કે, દેસાડ ગામે અરવિંદભાઈ પટેલના મકાનના આગળના ભાગે ઓટલા ઉપર કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ છાપો મારી તીનપત્તીનો જુગાર રમતા નાની દેસાડ ગામે સ્કુલ ફળીયામાં રહેતા કિરણભાઈ અરવિંદભાઈ હળપતિ, પ્રકાશભાઈ ગીરીશભાઈ હળપતિ, નરેશભાઈ ગમનભાઈ પટેલ અને બાવળી ફળીયામાં રહેતા શૈલેશભાઈ ભીખુભાઈ હળપતિને ઝડપી પાડ્યા હતા. સાથે જ પોલીસે ઘટના સ્થળેથી 1,040 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top