Sports

T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન એક ગૃપમાં, અમેરિકાની યજમાનીમાં રમાશે તમામ મેચો

નવી દિલ્હી: યુએસએ (USA) અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા જૂન 2024માં આયોજિત થનારા T20 વર્લ્ડ કપનું (T20 World Cup) શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયાને (India) પાકિસ્તાનની (Pakistan) સાથે ગ્રુપમાં રાખવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે.

આ સાથે નેપાળને (Nepal) સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. નેપાળને આગામી ટુર્નામેન્ટ માટે ગ્રુપ ઓફ ડેથ તરીકે ગણવામાં આવતા ગ્રુપમાં સ્થાન મળ્યું છે. નેપાળની સાથે દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ હાજર છે. નેપાળે છેલ્લા કેટલાક મહિનામાં T20 ક્રિકેટમાં પણ એક છાપ છોડી છે. આ ગ્રુપની દરેક ટીમ ઘણી મજબૂત છે. આવી સ્થિતિમાં, અહીં દરેક માટે સખત સ્પર્ધા થઈ શકે છે. જો કે આ ટુર્નામેન્ટ માટે પાંચ-પાંચ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

કઇ ટીમ કયા ગ્રુપમાં?

  • ગ્રુપ A- ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ
  • ગ્રુપ B- ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
  • ગ્રુપ C- ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, યુગાન્ડા, PNG
  • ગ્રુપ D- દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, શ્રીલંકા, નેપાળ

ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કમાં મેચ રમાઈ શકે છે. જ્યારે ટીમ ઈન્ડિયા 5 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરી શકે છે. જો કે, થોડા કલાકોમાં સમગ્ર શિડ્યુલ સ્પષ્ટ થઈ જશે. આ વર્લ્ડ કપ 4 જૂનથી શરૂ થવાનું લગભગ નક્કી છે. જ્યારે 26 અને 28 જૂને બંને સેમિફાઇનલ. ત્યારબાદ ફાઈનલ મેચ 30 જૂને રમાઈ શકે છે.

Most Popular

To Top