Sports

હેડિંગ્લી ટેસ્ટનો બીજો દિવસ: ભારત 471 રન પર ઓલઆઉટ, પંતની ઇંગ્લેન્ડમાં ત્રીજી સદી

તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની પ્રથમ ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારત 471 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચાલી રહેલી મેચના બીજા દિવસે શનિવારે ભારતીય ટીમે 359/3 ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. ટીમે છેલ્લી 7 વિકેટો 41 રનમાં ગુમાવી દીધી હતી અને ત્યારબાદ એક પછી એક 10 વિકેટો ગુમાવી દીધી હતી.

કેપ્ટન શુભમન ગિલે 147, ઋષભ પંતે 134 અને યશસ્વી જયસ્વાલે 101 રનની સદી ફટકારી હતી. કેએલ રાહુલે 42 રનનું યોગદાન આપ્યું હતું. લંચ પહેલા ગિલ અને પંતના આઉટ થયા બાદ ભારતીય ટીમનો નીચલો મધ્યમ ક્રમ તૂટી પડ્યો હતો.

લંચ બ્રેક સુધી ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 7 વિકેટે 454 રન બનાવ્યા હતા. રિષભ પંત 134 રન બનાવી આઉટ થયો હતો. તેને જોશ ટેંગ દ્વારા LBW આઉટ કરવામાં આવ્યો હતો. 8 વર્ષ પછી ભારતીય ટીમમાં વાપસી કરી રહેલા કરુણ નાયર શૂન્ય રન પર આઉટ થયો હતો. ઓલી પોપે બેન સ્ટોક્સના બોલ પર શાનદાર કેચ લીધો હતો. કેપ્ટન શુભમન ગિલ 147 રન બનાવી આઉટ થયો હતો. તેને શોએબ બસીર દ્વારા કેચ આઉટ કરવામાં આવ્યો હતો.

ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે 3 વિકેટ લીધી. પહેલા દિવસે બેન સ્ટોક્સે યશસ્વી જયસ્વાલ (101 રન) અને સાઈ સુદર્શન (શૂન્ય) ને આઉટ કર્યા હતા. કેએલ રાહુલ (41 રન) ને બ્રાયડન કાર્સે પેવેલિયન મોકલ્યા હતા. ભારતીય ટીમે 359/3 ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું.

કરુણ નાયર ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. નાયર આઠ વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો પરંતુ તે પ્રથમ ઇનિંગમાં પ્રભાવિત કરી શક્યો નહીં. બેન સ્ટોક્સે ઇંગ્લેન્ડને પાંચમી સફળતા અપાવી હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સે આ મેચમાં અત્યાર સુધીમાં ત્રણ વિકેટ લીધી છે.

ઋષભ પંતે ઇંગ્લેન્ડની ધરતી પર ઇતિહાસ રચ્યો
બીજા દિવસે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે શાનદાર સદી ફટકારીને નવો ઇતિહાસ રચ્યો. ઋષભ પંતે બીજા દિવસે પહેલા સત્રમાં 146 બોલમાં છગ્ગા મારીને પોતાની સદી પૂર્ણ કરી. પંતે ટેસ્ટમાં ત્રીજી વખત છગ્ગા મારીને પોતાની સદી પૂર્ણ કરી. રસપ્રદ વાત એ છે કે ત્રણેય વખત તેણે ઇંગ્લેન્ડના સ્પિનરો (આદિલ રશીદ, જો રૂટ અને શોએબ બશીર) ના બોલ પર છગ્ગા મારીને પોતાની સદી પૂર્ણ કરી. આ પંતની ટેસ્ટ કારકિર્દીની 7મી સદી છે. આ સાથે મહેન્દ્ર સિંહ ધોનીનો 11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે.

ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર-બેટ્સમેન બની ગયો છે. પંતે ધોનીને પાછળ મુકીને આ મોટી સિદ્ધિ મેળવી છે. ધોનીએ 2005 થી 2014 દરમિયાન વિકેટકીપર-બેટ્સમેન તરીકે 90 ટેસ્ટ મેચમાં 6 સદી ફટકારી હતી. જ્યારે ઋષભ પંતે ફક્ત 44 ટેસ્ટ મેચમાં 7 સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પંતની ઇંગ્લેન્ડમાં ત્રીજી ટેસ્ટ સદી છે. દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં આ તેની 5મી સદી છે. આ દર્શાવે છે કે પંતનું બેટ વિદેશી ધરતી પર ખૂબ જ ફિટ બેસે છે.

જણાવી દઈએ કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ લીડ્સના હેડિંગ્લી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને ભારતીય ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જવાબમાં ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ મેચના પહેલા દિવસે ત્રણ વિકેટ ગુમાવીને 359 રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસની રમત શરૂ થઈ હતી.

Most Popular

To Top