Dakshin Gujarat

કોરોના રસીકરણ અભિયાન-2021 : સુરત જિલ્લાના વિવિધ તાલુકામાં આટલા લોકોને અપાઇ રસી

સુરત માહિતી ખાતા પાસેથી મળતી માહિતી મુજબ તા.૧૬મી જાન્યુ.એ રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે સુરત જિલ્લાના બારડોલી, મહુવા, ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના 400 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ (FRONT LINE CORONA WARRIOR)ને રસી મૂકાઈ હતી. સાથે જ સમગ્ર રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લાના કુલ 4680 આરોગ્ય કર્મીઓને વેક્સિન અપાશે.

સુરત:શુક્રવાર:
કોરોના સામે જંગ સમાન વિશ્વના સૌથી મોટા એવા દેશવ્યાપી રસીકરણ અભિયાનનો આજે તા.૧૬મીથી પ્રારંભ થયો છે, ત્યારે સુરત જિલ્લામાં જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાના માર્ગદર્શન મુજબ સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે સુરત જિલ્લાના બારડોલી, મહુવા, ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના 400 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી (CORONA VACCINE) મૂકાઈ હતી.

તેમજ સમગ્ર રસીકરણ અભિયાન અંતર્ગત આ ચાર તાલુકાના કુલ 4680 આરોગ્ય કર્મીઓને વેક્સિન અપાશે. જેમાં બારડોલી તાલુકામાં 1039, મહુવામાં 1087, ચોર્યાસીમાં 1798 અને ઓલપાડ તાલુકામાં 758 આરોગ્યકર્મી (HEALTH EMPLOYERS) ઓનો સમાવેશ થાય છે. રસીકરણની પ્રક્રિયા દરમિયાન દરરોજ 100ની સંખ્યામાં અગ્રીમ હરોળના કોરોના યોદ્ધા આરોગ્ય સેનાનીઓને રસી અપાશે.

રસીકરણ કેન્દ્રો પર ફરજ બજાવનાર મેડિકલ ઓફિસર, આરોગ્ય કર્મચારીઓ અને મદદકર્તા સ્ટાફને તાલીમબદ્ધ કરાયા છે. સ્વદેશી કોરોના રસી સંપૂર્ણ સુરક્ષિત (TOTALLY SAFETY) છે, છતાં કોઈપણ આડઅસરને પહોંચી વળવા તંત્ર સાબદુ છે. અન્ય વિભાગો તેમજ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, ઈન્ડિયન પીડિયાટ્રિક્સ એસોસિએશન તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ પણ રસીકરણ અભિયાનમાં સહયોગી બની છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખભાઈ ચૌધરીની નિગરાની હેઠળ જિલ્લા આર.સી.એચ. ઓફિસરો, જિલ્લા તથા તાલુકા આરોગ્ય અધિકારી (HEALTH OFFICER)ઓ કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે, સુરત જિલ્લામાં બારડોલી તાલુકા મથકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર, ચોર્યાસી તાલુકાના મોહિણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, મહુવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા, ઓલપાડના સાંધિયેર પ્રા.આરોગ્ય ખાતે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ હાજર રહેશે. આ પ્રત્યેક રસીકરણ કેન્દ્ર પર 100 આરોગ્ય કર્મીઓને રસી અપાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top