Sports

INDIA VS AUS TEST : ચોથી ટેસ્ટના બીજા દિવસનું અંતિમ સત્ર ધોવાયું : ભારત ટીમ 307 રન પાછળ

ભારતીય ટીમે (INDIAN TEAM) ઓસ્ટ્રેલિયા સામેની ચોથી અને છેલ્લી ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસે શનિવારે 62 રન બનાવીને બે વિકેટ ગુમાવી દીધી છે. ચા પછીની રમત વરસાદના કારણે શક્ય બની ન હતી. ભારત હાલમાં ઓસ્ટ્રેલિયાના 369 ના સ્કોરથી 307 રન પાછળ છે. રવિવારે, રમતનો ત્રીજો દિવસ અડધો કલાક વહેલો શરૂ થશે. એટલે કે મેચ ભારતીય સમય મુજબ સવારે પાંચ વાગ્યે શરૂ થશે.

રોહિત શર્માએ શાનદાર શરૂઆત કરીને 74 બોલમાં 44 રન ફટકાર્યા હતા, પરંતુ તેને એકાગ્રતા ગુમાવી હતી અને 100મી ટેસ્ટ રમતા નાથન લિયોનની બોલ પર મિશેલ સ્ટાર્કને કેચ આપી તેને મિશેલ સ્ટાર્કના હાથમાં કેચ આપી બેઠો હતો. અગાઉ શુભમન ગિલ (7) એ સ્ટીવ સ્મિથને પેટ કમિન્સની બોલ પર કેચ આપ્યો હતો.

ટી બ્રેક દરમિયાન ચેતેશ્વર પૂજારા આઠ અને અજિંક્ય રહાણે બે રન બનાવીને અણનમ હતા. રોહિતે કમિન્સ અને જોશ હેઝલવુડ સામે સારો દેખાવ કર્યો હતો અને તેની ઇનિંગમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે બીજી વિકેટ માટે 49 રનની ભાગીદારી પણ કરી હતી જ્યારે પુજારાએ બીજા છેડે રમવાનું ચાલુ રાખ્યું હતું.

આ પહેલા ભારતના યુવા અને બિનઅનુભવી બોલરોએ ખૂબ જ શિસ્તબદ્ધ પ્રદર્શન કરતા પહેલા સત્રમાં ઓસ્ટ્રેલિયાની છેલ્લી પાંચ વિકેટ ઝડપી હતી અને પ્રથમ ઇનિંગમાં 369 રનમાં સમેટી દીધું હતું. શાર્દુલ ઠાકુરે 94 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી જ્યારે પ્રથમ ટેસ્ટ રમતા વોશિંગ્ટન સુંદર અને ટી નટરાજને પણ 3-3 વિકેટ લીધી હતી. લંચ પહેલા ઓસ્ટ્રેલિયાએ 95 રનની અંદર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

ભારતીય ટીમના આ બોલરોએ તેમના મુખ્ય ખેલાડીઓની ઇજાઓ સાથે સંઘર્ષ વચ્ચે સારું પ્રદર્શન કર્યુ હતું કારણ કે તેમની પાસે ટેસ્ટ ક્રિકેટનો અનુભવ નથી અને સામે ઓસ્ટ્રેલિયા જેવો હરીફ છે. ઈજાના કારણે પાંચ મુખ્ય બોલરો રમી શક્યા ન હોવાથી ભારતે નેટ બોલરો નટરાજન અને સુંદરને મેદાનમાં ઉતરવા પડ્યા હતા. નાથન લિયોને 22 બોલમાં 24 રન બનાવ્યા અને મિશેલ સ્ટાર્કે 35 બોલમાં 20 રન ફટકારતાં ઓસ્ટ્રેલિયાને 350 રનની પાર પહોંચી ગઈ. ગાબા પર 350થી વધુ રન બનાવ્યા બાદ ઓસ્ટ્રેલિયા ક્યારેય કોઈ ટેસ્ટ હાર્યું નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top