World

ચીનમાં કોરોનાને લઈ સ્થિતિ ગંભીર: શાંઘાઈ બાદ હવે આ શહેરમાં વધી રહ્યા છે કેસો

ચીન: કોરોના વાયરસે ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. ચીન(China)ના શાંઘાઈ(Shanghai)થી લઈને બેઈજિંગ(Beijing) સુધી કોરોનાની નવી લહેરનાં કારણે હોબાળો મચી ગયો છે. ચીનના આ બે શહેરોની સાથે અન્ય વિસ્તારોમાં પણ કરોડો લોકોનું માસ ટેસ્ટીંગ કરવામાં આવશે. કોરોના સંકટને કારણે શાંઘાઈમાં ચાર અઠવાડિયાથી લોકડાઉન ચાલી રહ્યું છે અને હવે આ હવે બેઇજિંગના લોકોમાં પણ ફેલાયો છે. જેના કારણે લોકોએ પેનિકમાં આવીને ખરીદી શરૂ કરી દીધી છે. ચીનમાં સોમવારે માસ ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. આ ટેસ્ટીંગ ત્રણ રાઉન્ડમાં થશે.

પહેલા શાંઘાઈની વાત કરીએ તો ત્યાંની સ્થિતિ હાલમાં ચિંતાજનક છે. લોકડાઉનને 4 અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે. છેલ્લા 24 કલાકમાં ત્યાં 19 હજારથી વધુ નવા કોરોના દર્દીઓ જોવા મળ્યા છે, જ્યારે 51 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. શાંઘાઈમાં 25 મિલિયનથી વધુ લોકો રહે છે, જેમનું માસ ટેસ્ટીંગ શરૂ થઈ ગયું છે. બેઇજિંગ શહેરમાં પ્રથમ રાઉન્ડમાં લગભગ 35 લાખ લોકોનું માસ્ટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

સ્ટોરમાંથી ચીજ વસ્તુઓ ગાયબ
લોકડાઉનને કારણે ઘરમાં કેદ લોકોની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે કારણ કે ત્યાં વસ્તુઓની અછત છે. કુરિયર કંપની આ સમયે માંગ પ્રમાણે ડિલિવરી કરી શકતી નથી. સુપરમાર્કેટમાંથી શાકભાજી, ચોખા, તેલ, નુડલ અને રોજિંદી જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓ ગાયબ થઈ ગઈ છે. બીજી તરફ ઓનલાઈન ફૂડ સ્ટોર્સ માલના અભાવે ડિલિવરી કરી રહ્યા નથી.

બેઇજિંગના લોકોમાં ડર, પરિસ્થિતિ શાંઘાઈ જેવી ન થાય તો સારું
શાંઘાઈ બાદ બેઈજિંગમાં કોરોના વાયરસે તબાહી મચાવી છે. બેઈજિંગમાં સોમવારે 1661 નવા કોરોનાના કેસ મળી આવ્યા છે. આ સિવાય 15 હજારથી વધુ લોકો એવા છે જેઓ લક્ષણો વગરના છે. બેઇજિંગનાં ચાઓયાંગ(Chaoyang)ની વાત કરીએ તો અહીં અત્યાર સુધીમાં 46 કેસ મળી આવ્યા છે. આ કારણે, બેઇજિંગમાં રહેતા મોટાભાગના લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવશે, જેથી લોકો ડરી ગયા છે.

લોકોએ પેનિક ખરીદી શરૂ કરી
બેઈજિંગની કુલ વસ્તી 2 કરોડથી વધુ હોવાનું કહેવાય છે. કોરોના ટેસ્ટિંગને લઈને કાર્યવાહી શરૂ થયા બાદ લોકો ગભરાટમાં છે, જેના કારણે તેમણે પેનિક ખરીદી શરૂ કરી દીધી છે. આથી બજારમાં આવશ્યક પણ અછત જોવા મળી રહી છે. ખરેખર, લોકોને ડર છે કે શાંઘાઈ જેવું કડક લોકડાઉન થઈ શકે છે.

Most Popular

To Top