National

સરકાર ટૂંક સમયમાં કોર્બાવેક્સને બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી આપશે

નવી દિલ્હી: એવી અપેક્ષા છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ટૂંક સમયમાં બાયોલોજિરવ ઈ’ની કોર્બાવેક્સને (Corbavex) 18 વર્ષથી ઉપરના લોકો જેઓ કોવિશિલ્ડ (Covishield) અથવા કોવેક્સિનના (Co-Vaxin) ડબલ ડોઝ લીધા છે તેમના માટે પ્રિકોશન ડોઝ (Precautionary dose) તરીકે મંજૂરી આપશે. નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (એનટીએજીઆઈ)ના કોવિડ-19 વર્કિંગ ગ્રુપે ગયા અઠવાડિયે ભલામણો કરી હતી તેના આધારે આ મંજૂરી અપાશે, એમ સૂત્રોએ કહ્યું હતું.

  • જો સરકાર આ ડોઝને મંજૂરી અપાશે તો આ કોવિડ રસીનો બૂસ્ટર ડોઝ પ્રાથમિક રસીકરણમાં ઉપયોગ કરાયેલા ડોઝથી અલગ હશે
  • કોવેક્સીન અને કોવિશિલ્ડ રસીઓના એક જ જાતિનો પ્રિકોશન ડોઝ આપવાના વર્તમાન દિશાનિર્દેશોથી આ ડોઝ અલગ

જો સરકાર દ્વારા તેને મંજૂરી અપાશે તો આ પ્રથમ વખત હશે કે કોવિડ રસીનો બૂસ્ટર ડોઝ પ્રાથમિક રસીકરણમાં ઉપયોગ કરાયેલા ડોઝથી અલગ હશે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવેક્સિન અથવા કોવિશિલ્ડ રસીના બીજા ડોઝ આપ્યાની તારીખથી 6 મહિના અથવા 26 અઠવાડિયા પૂર્ણ થયા બાદ કોર્બાવેક્સને પ્રિકોશન ડોઝ તરીકે આપવામાં આવશે, જેથી પ્રિકોશન માટે કોર્બાવેક્સનો ઉપયોગ આ વય જૂથમાં વિજાતીય કોવિડ-19 રસી તરીકે કરવામાં આવશે, એમ એક સૂત્રએ જણાવ્યું હતું.

કોવેક્સીન અને કોવિશિલ્ડ રસીઓના એક જ જાતિનો પ્રિકોશન ડોઝ આપવાના વર્તમાન દિશાનિર્દેશોથી આ અલગ રહેશે.
ભારતની પ્રથમ દેશમાં બનેલી આરબીડી પ્રોટીન સબયુનિટ રસી કોર્બાવેક્સ વર્તમાનમાં 12થી 14 વર્ષના બાળકોને રસી મૂકવામાં ઉપયોગ કરાઈ રહી છે. અગાઉ 18થી 80 વયના કાર્યકર્તાઓને કોર્બાવેક્સ રસીને બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવી હતી, 20 જુલાઈના રોજ પોતાની બેઠકમાં કોવિડ-19 વર્કીંગ ગ્રુપે આ ક્લિનિકલ અભ્યાસના આંકડાઓની સમીક્ષા કરી હતી. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ (ડીસીજીઆઈ) 4 જૂનના રોજ કોર્બવેક્સને 18 અને તેનાથી વધુ વયના લોકો માટે પ્રિકોશન ડોઝ તરીકે મંજૂરી આપી હતી.

Most Popular

To Top