Gujarat

આજે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ઉપર રાહુલ ગાંધી પરિવર્તન રેલીને સંબોધશે

ગાંધીનગર : હવે ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાતને આડે સવા મહિનો બાકી રહ્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ (Congress) પણ સક્રિય થઈ ગઈ છે. આવતીકાલે સવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે.

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, ડબલ એન્જિન સરકારની જાહેરાતો કરતી ભાજપ સરકારનું ગુજરાતનું એન્જિન 4 વર્ષમાં બગડી ગયું છે અને દિલ્હીનું એન્જિન ક્યાં સુધી ગુજરાતના એન્જિનને ધક્કો મારશે, વર્ષ 2022ની ચૂંટણીમાં એક એન્જિન નીકળી જશે અને વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં બીજું એન્જિન નીકળી જશે. કોંગ્રેસ પક્ષના સમગ્ર રાજ્યના બુથ સ્તરીય કાર્યકરો ઉત્સાહથી ભરેલા છે. ગુજરાતમાં કોંગ્રેસ 125 બેઠકોનો લક્ષ્યાંક પ્રાપ્ત કરશે. 52 હજાર બુથના યોદ્ધાઓ ગુજરાત ચૂંટણી માટે તૈયાર છે. ડ્રગ, દારૂના નશામાંથી ગુજરાત મુક્ત થાય, મહિલાઓ ઉપર થતાં અત્યાચાર, વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓમાંથી મુક્ત થવા પરિવર્તન માટેનો સંકલ્પ રેલીમાં કરાશે.

તેમણે કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગમે તેટલી આવે ગુજરાત પરંતુ મુકાબલો તો ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ રહેશે, ગુજરાતની ચૂંટણી બાદ AAP ગુજરાતમાંથી ખોવાઈ જશે, જેમ ગોવા, ઉત્તરાખંડ, બંગાળમાંથી ચૂંટણી બાદ ખોવાઈ ગયા હતા. પોટલાં બાંધી નીકળી ગયા છે અને ગુજરાત માંથી પણ નીકળી જશે. આખા ગુજરાતમાં કોંગ્રેસના સીનિયર આગેવાનો ‘પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલન’ કાર્યક્રમ અંગે કામ કરી રહ્યાં છે. કોંગ્રેસ પક્ષ આગામી ચૂંટણીમાં પરિવર્તનના સંકલ્પ સાથે મેદાનમાં ઊતરશે.

Most Popular

To Top