Gujarat Election - 2022

નાંદોદ બેઠક પર આ સમાજ જે તરફ પોતાનો ઝુકાવ કરે તે પાર્ટી વિજેતા બને

નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ, ભાજપ, આપ અને અપક્ષનો ચતુષ્કોણિયો જંગ મંડાયો છે. 2012માં આ બેઠક ભાજપના શબ્દશરણ તડવીએ જીત મેળવી હતી. 2017ની ગત ચૂંટણીમાં કોંગ્રેસના જુના જોગી પીડી. વસાવા ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસે પીડી. વસાવાને બદલે યુવા નેતા હરેશ વસાવાને ટીકીટ ફાળવી છે. જ્યારે ભાજપે ડો. દર્શનાબેન દેશમુખને ઉમેદવાર બનાવ્યા છે. બીટીપીમાંથી આમ આદમી પાર્ટીમાં આવેલા ડો. પ્રફુલ વસાવા અહીં ત્રીજા પક્ષના ઉમેદવાર છે. બીટીપીમાંથી પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેશ સરાધ વસાવાને ટીકીટ આપી છે. જ્યારે ભાજપમાંથી બળવો કરીને આદિજાતિ મોરચાના પ્રદેશના પૂર્વ પ્રમુખ હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી કરી છે. જો નાંદોદ બેઠક પર તડવી સમાજ જે તરફ પોતાનો ઝુકાવ કરે તે પાર્ટી આ બેઠક પરથી વિજેતા થતી હોય છે.

પંચકોણીય જંગને લીધે પરિણામ કઈ તરફ જશે એને લઈ મતદારો પણ દુવિધામાં છે. 31% તડવી, 30% વસાવા, 11 % ભીલ અને 06 % પાટીદાર મત અહીં નિર્ણાયક બની શકે છે. 2017માં કોંગ્રેસના પ્રેમસિંહભાઇ વસાવાએ જીત મેળવી હતી, તો 2012માં ભાજપના ઉમેદવાર શબ્દ શરણ તડવીએ જીત મેળવી હતી. આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા અંદાજીત 2,34,242 છે. જેમાં 1,19,349 પુરૂષ મતદારો અને 1,14,892 મહિલા મતદારો છે. જ્યારે અન્ય મતદારની સંખ્યા 1 છે. જેમાં બ્રાહ્મણ, વણિક અને પાટીદાર મતદારોની કુલ સંખ્યા 32 હજાર જેટલી છે. જયારે તડવી, વસાવા અને ભીલ વગેરે આદિવાસી મતદારોની સંખ્યા 1,46,000 છે તેમજ લઘુમતિ મતદારો 15 હજાર છે અને બક્ષીપંચના મતદારો 18 હજાર છે.આદિવાસી અને દલિત મતદારોનો ઝોક હાર-જીત નક્કી કરે છે. અહીં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જયારે જિલ્લા પંચાયતમાં ભાજપને માત્ર 1 બેઠક મળતા અહીં કોંગ્રેસ ઉત્સાહમાં છે. નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં તડવી સમાજના મતદારોનો પ્રભુત્વ વધારે જોવા મળે છે.

નાંદોદ બેઠક બેઠકના પ્રશ્નો
નર્મદા જીલ્લાનાં નાંદોદમાં પીવાના પાણી,સિંચાઈના પાણી,ઝાટકા વિહીન વીજળી,અંતરિયાળ રસ્તાઓ અને નબળી આરોગ્ય સેવાઓને લગતાં પ્રશ્નો છે.આરોગ્ય કેન્દ્રોમાં તબીબો નથી. 11 જેટલી શાળાઓનાં ધોરણ 6 અને 7નાં 21 જેટલા વર્ગો બંધ કરવાને લઈ અગાઉ વિવાદ થયો હતો.કોઈ નવી સરકારી કોલેજ કે હોસ્પિટલ શરૂ થઈ નથી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં આધુનિક સુવિધા નથી. નર્મદા જિલ્લાના આદિવાસીઓ વર્ષો જૂનો પ્રશ્ને જળ જમીન અને જંગલ થી તેઓ આજે પણ વંચિત છે નર્મદા જિલ્લામાં મુખ્ય 2 ડેમો આવેલા છે જે નર્મદા ડેમ નું પાણી કચ્છ સુધી પહોંચે છે કરજણ ડેમનું પાણી વાડી ઝંખવાવ અંકલેશ્વર સુધી જાય છે પરંતુ નર્મદા જિલ્લાના કેટલાક ગામડાઓ એવા છે ત્યાં દિવા તળે અંધારું જેવું કામ છે હજુ સિંચાઈ ના પાણી માટે વલખા મારે છે ખેડૂતો રાજપીપલા શહેર ના ખેડૂતો કરજણ ડેમ થી ખુબ રોષે ભરાયા છે હાલ ચોમાસાનું પાણી તમામ ખેડૂતોના પાક ને નુકશાન થયું છે. જમીનોનું ધોવાણ થયું છે કોઈ વળતર સરકારે ચુકાવ્યું નથી.

Most Popular

To Top