Vadodara

ઠગ ટોળકી સામે કલેક્ટર, DSO, IT તથા GSTમાં પેટ્રોલ પંપોના સંચાલકોની ફરિયાદ

વડોદરા: વડોદરા પેટ્રોલપંપોના માલિકો પાસેથી કરોડો રૂપિયાનું ડીઝલ ખરીદ કરીને તેમના રૂપિયા નહી ચૂકવી છેતરપિંડી આચરી હતી. જેથી પંપોના સંંચાલકો દ્વારા જીએસડી,આવક વેરા, ડીએસઓ તથા કલેક્ટરને ફરિયાદ કરી છે.
પંચાલ ટોળકીને ડીઝલ પુરાવીને વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં પેટ્રોલ પંપોના માલિકા સાથે કરોડો રૂપિયાની છેતરપિંંડી આચરી હતી.

જેમાં સમગ્ર પંચાલ ટોળકી વારા ફરતી અલગ અલગ પેટ્રોલ પંપોના માલિકા સાથે જતી હતી અને પોતાના વિવિધ કંપનીના કોન્ટ્રાક્ટ મળ્યા છે જેમાં મોટી માત્રામાં ડીઝલની જરૂરિયાત છે તેમ કહી કરોડો રૂપિયાન ડીઝલ ખરીદ કરતા હતા. ઠગ ટોળકી પેટ્રો પંપો પરથી ખરીદેલુ ડીઝલ સાવલી તાલુકાના પ્રથમપુરા ગામે આવેલી વંદાવન કોરી 8-10 રૂપિયા ઓછા ભાવે વેચી નાખતા હતા. આમ ટોળકી કરોડો કમાઇ લેતી હતી પરંતુ પંપોના માલિકા તેમના બાકી રૂપિયા ન ચૂકવીને છેતરપિંડી તો આચરી છે. ઉપરાંત જે લોકોએ ઠગો પાસેથી ખરીદેલું ડીઝલ ઉપયોગમાં લીધું છે તેઓએ કાયદેસરનો ઇન્કમ ટે્ક્સ ભર્યો છે કે નહી તે પણ તપાસ વિષય બન્યો છે. ભોગ બનનાર પેટ્રોલ પંપનો માલિકે સાથે ડીલ કરતી વેળા પંચાલ ટોળકીને અલગ અલગ સરનામા આપ્યા હતા.

ત્યાં તપાસ કરતા તે સરનામા પર કોઇ રહેતું નથી કે ઓફિસ પણ આવેલી નથી. જેથી જીએસટી બિલ પર ખોટા સરનામા દર્શાવવામાં આવ્યા છે. જેથી ભોગ બનનાર પેટ્રોલ પંપોના માલિક દ્વારા ડીઝલ ઠગ ટોળકી સામે કલેક્ટર ડિસ્ટ્રિક, સપ્લાયર ઓફિસ, જીએસટી ભવન તથા આઇટી વિભાગમાં પંચાલ ટોળકી સામે ફરિયાદ કરવામાં આવી છે. જો વિભાગ દ્વારા તપાસ કરાય તો મસમોટી સરકારી આવકની ચોરી સામે આવે તેમ છે.

Most Popular

To Top