Vadodara

સ્માર્ટ સિટીના વિકાસના નામે જ્યાં ત્યાં ખોદાતા ખાડામાં રિક્ષા ખાબકી

વડોદરા: સ્માર્ટ સીટી વડોદરાના વિકાસના ખાડામાં શહેરજનો ખાબકી રહ્યા છે. રસ્તાની વચ્ચે ખુલ્લ મુકેલા એક ખાડામાં રિક્ષાએ શીર્ષાસન કર્યું હતું. શહેરમાં રોડ રસ્તાના કોન્ટ્રાક્ટમાં અધિકારીઓની ટકાવારી કેટલા શહેરીજનોનો ભોગ લેશે? છાશવારે નવા બનતા રોડમાં નીચેથી લઇ ઉપર સુધી તમામ અધિકારીઓની ખાયકી સ્પષ્ટ જણાઈ રહી છે. વડોદરા ને ખાડોદરાના ઉપનામ થી નવાજવામાં આવે છે. જે ઉપનામ ચોમાસામાં સાર્થક થાય છે. ચોમાસાના સમયે જયારે વધુ સાવચેતી રાખવાની હોય ત્યારે જ પાલિકા નિષ્કાળજી દાખવે છે. ઠેર ઠેર ખોદેલા ખાડા ખુલ્લા જ મૂકી દેવામાં આવે છે.

જેના કારણે નાગરિકોને વેઠવાનો વારો આવે છે. જ્યાં આજે શહેરના ડભોઇ વાઘોડિયા રોંગ રોડ પર મુખ્ય માર્ગ પર ખુલ્લા મુકેલા ખાડામાં રીક્ષા ખાબકી હતી. ચોમાસું આવે એટલે પાલિકાનું પાપ છાપરે ચઢીને પોકારે છે. અનગઢ ઈજારદારોના સહારે પાલિકાનો વહીવટ કરતા સત્તાધીશો નાગરીકોની આલોચનાનો શિકાર થાય છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવા, “કામ ચાલુ છે” તેવા બોર્ડ મરેલા રાખીને ખોદેલા ખાડાઓ જે તે સ્થિતિમાં છોડી દેવામાં આવે છે. કેટલીક જગ્યા પર ખાડા ખોદયા બાદ સાવચેતીનું બોર્ડ પણ લગાવવામાં આવતું નથી. જેના કારણે અકસ્માત પણ સર્જાય છે. આજે શહેરના પૂર્વ વિસ્તારમાં ડભોઇ વાઘોડિયા રીંગ રોડ પર આવેલી SSV સ્કુલ વિભાગ 2 નજીક ખોદેલા ખાડામાં એક રીક્ષા ખાબકી હતી. રાત્રીના સમયે સર્જાયેલા આ અકસ્માતમાં રીક્ષા ચાલક રીક્ષા ખાડા માંજ મુકીને બહાર નીકળી ગયો હતો. જે રીતે રીક્ષા ખાબકી હતી. તે જોતા એ સ્પષ્ટ જણાઈ આવે છે.

Most Popular

To Top