Vadodara

નેતાઓ સામે રોષ ઠાલવવાનો નવો કીમીયો

વડોદરા: પાયાની તથા જીવન જરૂરિયાતના સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ સાબિત થયેલા તંત્ર સાથે રાજકીય નેતાઓ સામે પણ પ્રજામાં આંતરિક રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. જેને લઇને અસંતૂષ્ટ નાગરિકો દ્વારા રાજકીય હોર્ડિગ્સો ફાડી તથા રાજકારણીઓનો ઓફિસ પર હુમલો કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવતા હોય છે. શહેરના કેટલાક વિસ્તારમાં ભર ચોમાસે પણ પીવાના દુષિત પાણી, વરસાદી પાણી ભરાવા સહિતના અનેક પ્રશ્ને નારાજગી સામે આવી રહી છે.

જેને લઇને સ્થાનિકો દ્વારા પાલિકામાં પહોંચી અધિકારીઓ સામે રોષ પ્રગટ કરીને માટલા ફોડ સહિતના વિવિધ કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. જેથી પ્રજામાં તંત્ર સામે ભારે આક્રોશ વર્તાઇ રહ્યો છે. બીજી તરફ પ્રજા દ્વારા રાજકીય નેતાઓને વોટ આપીને ચૂંટણીમાં જીતાડી લાવવામાં આવતા હોય છે. પરંતુ એકવાર સત્તામાં આવી ગયા બાદ પ્રજાના કહેવાતા સેવકમાં પણ જાણે ઘમંડ ભરાઇ જતો હોય જનતા સામે આંખ ઉચી કરીને જોતા સુદ્ધા પણ નથી. જેથી આમ જનતામાં સ્થાનિક સહિતના રાજકાયી નેતાઓ સામે પણ ફિટકાર વરસાવી રહ્યા છે. જેમાં કેટલાક લોકોનો અંદર રહેલો આંતરિક આક્રોશ બહાર આવી જતો હોય છે. તેવા જ કિસ્સામાં વડોદરાના રાજકારણી સાથે બન્યા છે.

Most Popular

To Top