ગુજરાતમાં લોકડાઉન અંગે CM રુપાણી આજે સાંજે જાહેરાત કરશે?

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યોમાં લોકડાઉન લાગૂ કરવો કે નહીં આ નિર્ણય કેન્દ્ર સરકારે જે તે રાજ્યો પર છોડ્યો છે ત્યારે ગુજરાતમાં વધી રહેલા કેસ અને કોરોનાથી દર્દીઓની કથળતી જઈ રહેલી પરિસ્થિતિને જોતા શું ગુજરાતમાં લોકડાઉન (Gujarat Lock Down) લાદવાનો નિર્ણય લેવાશે તે બાબતે આજે સાંજ સુધીમાં સ્પષ્ટતા થઈ શકે છે. રાજયના 29 શહેરોમાં કફર્યૂની મર્યાદા પુર્ણ થઇ રહી હોય જે અંગે આજે બપોરે ગાંઘીનગર ખાતે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે તેવું આજે બપોરે જૂનાગઢની મુલાકાતે આવેલા મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani) જણાવ્યું હતુ. જણાવી દઈએકે દેશમાં વધી રહેલા સંક્રમણને જોતા અનેક રાજ્યોએ પોતાની રીતે લોકડાઉનનો નિર્ણય કર્યો છે ત્યારે ગુજરાત સરકાર શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું.

રાજ્યમાં હાલ આંશિક લોકડાઉન ચાલી રહ્યું છે. આવશ્યક સેવાઓને બાદ કરતા મોટાભાગની દુકાનો બંધ છે. ત્યારે ગુજરાતમાં આવનારા દિવસોમાં વધુ કડક પગલાં લેવાય તેવી શક્યતા જોવાઈ રહી છે. ગુજરાતના મુખ્ય શહેરોમાં કેસમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળી રહ્યો નથી. સાથેજ હવે સંક્રમણ ગામડાઓ સુધી ફેલાયું છે ત્યારે ગુજરાત સરકાર કેટલાક દિવસો માટે સંપૂર્ણ લોકડાઉન લાદે તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. એટલું જ નહીં જો સંપૂર્ણ લોકડાઉન લાદવામાં ન આવે તો પણ હાલ જે આંશિક લોકડાઉન છે તેના નિયમો વધુ કડક બનાવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

હાઈકોર્ટમાં સુનવણી દરમ્યાન એડવોકેટ એસોસિએશનની રજૂઆત

ગુજરાત હાઇકોર્ટે જાતે સંજ્ઞાન લઇને સુઓમોટો કર્યો હતો. જેની છેલ્લા થોડા સમયથી ઓનલાઇન સુનવણી ચાલી રહી છે. ત્યારે મંગળવારે ચોથી મેનાં રોજ પણ સુનવણી થઇ રહી છે. ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિયેશન પાસે માંગેલા સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યની હૉસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાની એડવોકેટ એસોસિયેશને રજૂઆત કરી છે. આ સાથે જ કહ્યું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં સરકારની ગાઈડલાઈનનું અમલીકરણ નથી થતું. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી માળખાની સુવિધાઓનો અભાવ અને RTPCR ટેસ્ટિંગના માળખાનો રાજ્યમાં અભાવ હોવાની રજૂઆત કરાઈ હતી. શાલીન મહેતાએ હાઈકોર્ટમાં રજૂઆત કરી કે, કોરોનાના rtpcr ટેસ્ટ 23 એપ્રિલથી 1.89 લાખ હતા, તે ઘટીને 1.38 થયા છે. RT-PCRની કીટ પણ સરકારી જગ્યાએ ઓછી આપે છે એટલે ટેસ્ટ ઓછા થાય છે, એટલે ટેસ્ટિંગ ઓછા થાય છે અને કેસ ઓછા આવે છે. વેક્સિનેશનમાં પણ ફિયાસકો થયો છે.

Related Posts