SURAT

સ્મીમેર હોસ્પિટલનાં 170 જેટલા ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાલ પર ઉતરતા તંત્રનો શ્વાસ અધ્ધર, દર્દીના સ્વજનો ચિંતામાં મુકાયા

સુરત: (Surat) સુરતની સ્મીમેર હોસ્પિટલમાં (Smimer Hospital) ફરજ બજાવતા 170 જેટલા ઇન્ટર્ન ડોક્ટર્સ (Intern Doctors) અચાનક હડતાલ (Strike) પર ઉતરી જતા તંત્રનો જીવ અધ્ધર થયો છે. કોરોના સમયે જ્યારે સ્મીમેર હોસ્પિટલ કોવિડના દર્દીઓથી ખચાખચ છે ત્યારે જ ઇન્ટર્ન તબીબો હડતાલ પર ઉતરી જતા વ્યવસ્થા ખોરવાઈ જવાની બીકે તંત્ર દોડતું થયું છે. રહેવા અને જમવાની વીઆઈપી સુવિધાઓની માંગ બાબતે આ તબીબો હડતાલ પર ઉતર્યા હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે હાલ સ્મીમેર હોસ્પિટલમાં માત્ર કોવિડ અંગેની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે પહેલાંથી જ અહીં કર્મચારીઓ અને તબીબોની ઘટ છે એવામાં ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાલ પર ઉતરી જતા મોટી મુશ્કેલી સર્જાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

  • સ્મીમેર હોસ્પિટલમાં ઈન્ટર્ન ડોક્ટરની હડતાળ પર ઉતર્યા
  • 170 જેટલા તબીબો હડતાળ પર ઉતરતાં તંત્ર દોડતું થયું
  • રહેવા – જમવાની સુવિધા મુદ્દે ઈન્ટર્ન ડોક્ટરોની વિજળીક હડતાળ

સ્મીમેર હોસ્પિટલમાં અચાનક જ ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાલને પગલે દર્દીઓની હાલત કફોડી થવા પામી છે. એક સાથે 200 જેટલા તબીબો હડતાલ પર ઉતરી જતા તંત્રનો શ્વાસ અધ્ધર થયો છે. તબીબો હડતાલ પર ઉતરતાં જ સ્મીમેરના સત્તાધીશો અને અધિકારીઓ દોડતા થયા છે. મીટિંગોના દોર વચ્ચે તેઓ ઇન્ટર્ન તબીબોને સમજાવી ઝડપથી ફરી ફરજ પર હાજર થવા સમજાવી રહ્યાં છે. જોકે આ વચ્ચે દર્દીઓ અને તેમના સ્વજનો ગભરાય ફેલાયો છે. ઇન્ટર્ન તબીબો હાલ કોરોનાની કામગીરીમાં સંકળાયેલ હોય ઘરે જવાને બદલે સ્મીમેરના હોસ્ટેલમાં રહેતા હોવાથી અહીં તેમને વધુ સારી વ્યવસ્થા મળે તેવી માંગ આ તબીબો કરી રહ્યા છે. તબીબોની ફરિયાદ છે કે તેઓને રૂમમાં એસીની વ્યવસ્થા નથી. ઉપરાંત જમવાનું પણ બરાબર મળતું નથી. તેમની માંગ છે કે તેઓને રહેવા માટે સારી હોટલમાં વ્યવસ્થા કરવામાં આવે.

Most Popular

To Top