કેન્દ્રને હાઈકોર્ટની ફટકાર: તમારાથી ઓક્સિજનનું સંચાલન ન થતું હોય તો IIT અને IIMને સોંપી દો, તે કરી લેશે

દિલ્હી: (Delhi) ઓક્સિજનના સપ્લાય અંગે દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) સુનાવણી હજી ચાલી રહી છે. ઓક્સિજનની અછત અંગે કોર્ટે કેન્દ્ર સરકારને ફરી એકવાર ઠપકો આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે તમે આંખ આડા કાન કરી શકો છો, પરંતુ અમને નહીં. દિલ્હી હાઈકોર્ટ વતી કહેવામાં આવ્યું હતું કે, જો કેન્દ્ર આઈઆઈટી (IIT) અથવા આઈઆઈએમને (IIM) ઓક્સિજનનું સંચાલન કરવાની જવાબદારી આપે તો તેઓ આ કાર્ય વધુ સારી રીતે કરી શકે છે. ઓક્સિજન સિલિન્ડરનો અભાવ જોઈને જસ્ટિસ વિપિન સંઘીએ દિલ્હી સરકારને સૂચન આપ્યું કે તમે સિલિન્ડર બેંક કેમ નથી બનાવતા.

હાઇકોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તમને દિલ્હીને 700 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરવા કહ્યું છે. જો તમે સપ્લાય નહીં કરો તો તે અદાલતની અવમાનના છે. હવે, આ તમારું કામ છે. ટેન્કર ઉપલબ્ધ છે, પરંતુ તમે આ કામ કરવા માટે તૈયાર નથી. વળી, હાઇકોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, જો આ સમયે મહારાષ્ટ્રમાં ઓક્સિજનનો વપરાશ ઓછો છે, તો ત્યાંથી કેટલાક ટેન્કરને દિલ્હી મોકલી શકાય છે.

પાટનગર દિલ્હીમાં ઓક્સિજનના અભાવ અંગે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન, કેન્દ્ર અને રાજ્ય સરકારને દ્વારા કોર્ટ દ્વારા તૈયારીઓ બાબતે ઠપકો આપવામાં આવ્યો છે. ઓક્સિજન સંકટ પર દિલ્હી હાઈકોર્ટે કડક ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે કોર્ટ ચૂપ રહી શકે નહીં. વળી, દિલ્હી હાઈકોર્ટ વતી એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ઓક્સિજનના સંચાલનનું કામ આઈઆઈટી અથવા આઈઆઈએમ તમારા કરતા વધુ સારી રીતે કરી શકે છે.

ઓક્સિજન સિલિન્ડરોનો અભાવ જોઈને જસ્ટિસ વિપિન સંઘીએ દિલ્હી સરકારને સૂચન આપ્યું કે તમારે સિલિન્ડર બેંક કેમ ન બનાવવી અને લોકોને કહો કે જો તમે ખાલી સિલિન્ડર આપો છો, તો બદલામાં તમે ઓક્સિજનથી ભરેલું સિલિન્ડર લઈ શકો છો. દિલ્હી સરકારના વરિષ્ઠ વકીલ રાહુલ મેહરાએ કહ્યું હતું કે તેઓ આ મુદ્દે સૂચનાઓ લેશે અને કોર્ટને જણાવશે.

કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારને કહ્યું, ‘દેશભરના લોકો ઓક્સિજન માટે રડે છે. લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તમે આટલા સંવેદનશીલ કેવી રીતે હોઈ શકો? આ લોકોની ભાવનાને લગતી વાત છે. લોકોનું જીવન જોખમમાં છે. તમે આ તરફ આંખ આડા કાન કરી શકો છો, પણ અમે નહીં. ‘

Related Posts