Gujarat

ભારતની સ્પોર્ટસ સ્પીરીટ ઊંચાઈ સર કરી રહી છે : મોદી

ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં (Ahmedabad) મોટેરા ખાતે મનો સ્ટેડિયમમાં યોજાયેલા રંગારંગ કાર્યક્રમમાં દેશના 36મી નેશનલ ગેઈમ્સનો (National Games) આરંભ કરાવ્યો હતો. આ સમારંભમાંથી આવેલા 7000 થી વધુ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતા. પીએમ મોદીએ વધુમાં જુડેગા ઈન્ડિયા .. જીતેગા ઈન્ડિયાનો નારો આપ્યો હતો. પીએમ મોદીએ વર્ચ્યુઅલ રીતે ગુજરાત સ્પોર્ટસ યુનિ.નું ઉદ્ધાટન પણ કર્યુ હતું. મોદીની સાથે સ્ટેજ પર રાજયપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

સ્ટેડિયમમાં સંબોધન કરતાં કહ્યું હતું કે ,સ્ટેડિયમની અંદરનું આ દ્રશ્ય, આ તસવીર, આ માહોલ, શબ્દોથી ઉપર છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ, વિશ્વના આટલા યુવા દેશ, દેશના સૌથી મોટા ખેલ ઉત્સવ. જ્યારે આયોજન આટલું અદભૂત અને અદ્વિતય હોય તો તેની ઉર્જા એવી જ અસાધારાણ હશે. દેશના 36 રાજ્યોથી 7 હજારથી વધુ એથલેટ્સ, 25 હજારથી વધુ કોલેજ, 15 હજારથી વધુ એથલેટ્સ, 50 લાખથી વધુ સ્ટુડેન્ટ્સનું નેશનલ ગેમ્સથી સીધો જુડાવ, આ અદભૂત છે.
તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ દેશની પ્રગતિ અને દુનિયામાં તેના સન્માનનો રમતોમાં તેની સફળતા સાથે સીધો સંબંધ હોય છે. રાષ્ટ્રને નેતૃત્વ દેશનો યુવા આપે છે, ખેલ તેમના જીવન નિર્વાહનો મુખ્ય સ્ત્રોત હોય છે. જે દેશ આર્થિક રીતે ટોપ પર છે તે દેશ મેડલ લિસ્ટમાં પણ ઉપર હોય છે. સ્પોર્ટસનો સોફટ પાવર દેશની ઓળખ બની જાય છે. હું ખેલાડીઓને કહેવા માગુ છું કે જીવનમાં સફળતા માટે એકશન જરૂરી છે. તેમણે દેશના અન્ય ભાગોમાંથી આવેલા ખેલાડીઓને ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવમાં જોડાવવા આમંત્રણ આપ્યુ હતું.

કોંગ્રેસનું નામ લીધા વિના પીએમ મોદીએ આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે 2014 પહેલા દેશમાં સ્પોર્ટસ એક એક એકેડેમીક વિષય બની ગયો હતો. ખાસ કરીને ઓલિમ્પિકમાં ભારત માત્ર 25 જેટલી રમતમાં ભાગલેતુ હતું. આજે 300થી વધારે ખેલમાં બારતના ખેલાડીઓ વિશ્વના કેટલાયે દેશોને પાછળ પાડીને આગળ વધી ગયુ છે. અમારી સરાકરે સ્પોર્ચસ સ્પીરીટ સાથે સ્પોર્ટસના વિકાસ માટે કામ કર્યુ છે. દેશભરમાં ખેલાડીઓ માટે કેન્દ્ર સરકાર વધુને વધુ સંશાધનો ઉપલબ્ધ કરાવી રહી છે. જયારે 2014 પહેલા સ્પોર્ટસ પણ પરિવારવાદ તથા ભ્રષ્ટાચારનો વિષય હતો.બીજી તરફ આજેફિચ ઈન્ડિયા તથા ખેલો ઈન્ડિયા એક જન આંદોલન બની ગયુ છે. તમામ ખેલાડીઓને હુમ એક મંત્ર આપુ છું, જો તમારે સ્પર્ધા જીતવી હોય તો તેના માટે કટિબદ્ધતા હોવી જોઈએ.ખેલમાં કયારેય હાર જીતને આખરી માનવી ના જોઈએ. કેલમાં જીતવા માટે સ્પોર્ટસ સ્પીરીટને જીવનનો હિસ્સો બનાવવો જોઈએ.ભારતની સ્પોર્ટસ હવે ઊંચાઈ સર કરી રહી છે.

Most Popular

To Top