Gujarat

ઈન્ટરનેશનલ પિડિયાટ્રિક્સ એસોસિયેશનની 60મી એન્યુઅલ મીટનો પ્રારંભ

ગાંધીનગર: મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે ‘ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ, એવરીવેર’ના વિષયવસ્તુ સાથે યોજાઈ રહેલી આ કોન્ફરન્સની થીમ ગુજરાતે બાળકોની હોલિસ્ટિક હેલ્થકેર એપ્રોચથી સાકાર કરી છે, તેવો સ્પષ્ટ મત વ્યક્ત કરતાં કહ્યું હતુ કે આપણી ભાવિ પેઢી, ઉજ્જવળ આવતીકાલ સમાન બાળકોને સ્વસ્થ-તંદુરસ્ત રાખીને સર્વેસન્તુ નિરામયાનો મંત્ર ચરિતાર્થ કરનારા પિડિયાટ્રિશિયન્સ દેવદૂતરૂપ છે. ગુજરાત સરકાર શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો સઘન અમલ કરીને દર વર્ષે અંદાજે દોઢ કરોડથી વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્ય તપાસ (Health check) કરે છે. એટલું જ નહીં, નાનાં બાળકોને ન્યુમોનિયાથી રક્ષણ આપતી પી.સી.વી. વેક્સિનના 36 લાખ ડોઝ રાજ્યના ૧૩ લાખ ભૂલકાઓને નિઃશુલ્ક આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઈન્ટરનેશનલ પિડિયાટ્રિક્સ એસોસિયેશનની 30મી કોંગ્રેસ અને ઈન્ડિયન એકેડમી ઓફ પિડિયાટ્રિક્સની ૬૦મી વાર્ષિક સભાનો શુભારંભ કરાવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બાળ મૃત્યુદર પ્રતિ હજારે ૬૦થી ઘટીને ૨૫ થયો છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, સરકારી દવાખાનામાં પ્રસુતિ થયેલ નવજાત શિશુ અને ધાત્રી માતાને સલામત ઘરે પહોંચાડવા માટે ખિલખિલાટ વાનની સંખ્યા પણ ૧૭૪થી વધારીને ૪૬૬ કરી છે. દેશની પ્રથમ એડવાન્સ્ડ ટેક્નોલોજીયુક્ત બાળ હૃદયરોગ હોસ્પિટલ અમદાવાદના યુ.એન. મહેતા સંકુલમાં કાર્યરત થઈ છે.

Most Popular

To Top