Business

દાહોદ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ

તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો

દાહોદ, તા.૩
દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણની સાથે ઠંડા પવનો ફુકાતા વાતાવરણ ઠંડુ ગાળ બન્યું હતું જેને લઈને રોડ ઉપર ગાઢ ધુમ્મસ છવાયુ હતુ. ગાર્ડ ઝુમ્મસ ના લીધે વિઝ્‌યુબીલીટી ઓછી થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દાહોદ જીલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં એકાએક બદલાવ આવ્યો હતો. ઠંડા પવનોનોની સાથે વાદળછાયા વાતાવરણના કારણે ઠંડીનો ચમકારો વધ્યો હતો. બદલાયેલા આ માહોલથી આગામી ત્રણેક દિવસ સુધી ઠંડીનો ચમકારો જાેવા મળી શકે છે. વહેલી સવારે દાહોદ, લીમખેડા, ફતેપુરા, સુખસર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પણ પડ્યા હતા. જીલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાતા ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. દાહોદ જીલ્લા મહત્તમ તાપમાન ૨૪ ડિગ્રી અને લઘુત્તમ ૧૪ ડિગ્રી સેલ્સિયસ હોવાનું જાણવા મળી રહ્યું છે. દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં વહેલી સવારથીજ વાદળ છાયુ વાતાવરણ સર્જાવવા પામ્યું છે. ઠંડીમાં વધારો થતાં લોકો કડકડતી ઠંડીમાં ઠુઠવાતાં જાેવા મળી રહ્યા છે. ગરમ વસ્ત્રોના બજારોમાં ગરમ વસ્ત્રો ખરીદવા માટે લોકોની ભીડ પણ જાેવા મળી રહી છે. વહેલી સવારે તેમજ સાંજના સમયે લોકો તાપણાનો સહારો લેતાં નજરે પડી રહ્યાં છે. પવનના સુટવાટા સાથે ઠંડીએ દાહોદ જિલ્લામાં પકડ જમાવતાં આગામી દિવસોમાં પણ વધશે તેવું લાગી
રહ્યું છે.

Most Popular

To Top