વડાપ્રધાન એ એક વર્ષ સુધી સોનું ન ખરીદવાનો અને પેટ્રોલ, ડીઝલની બચત કરવાં લોકોને જણાવ્યું એ સારી બાબત છે. પરંતુ આ પ્રકારની પરિસ્થિતિમાં દેશના તમામ રાજ્યો તરફથી પરિપત્ર બહાર પાડી એક વર્ષ સુધી સરકારના તમામ કાર્યક્રમો રદ કરવાં જોઈએ. ખાસ સંજોગોમાં જ સ્થાનિક પ્રવાસ, વિદેશ પ્રવાસ કરવો જોઈએ. સરકારના મંત્રીઓ, અઘિકારીઓ, કર્મચારીઓ એક જ વાહનમાં કચેરીએ આવે અને સાથે જાય. લોકો પણ મહત્તમ જાહેર પરિવહનનો જ ઉપયોગ કરવો જોઈએ. તમામ એ બિનજરૂરી પ્રવાસો ટાળવા જોઇએ. આવા બીજા અનેક પ્રકારના પગલાં લેવામાં આવશે તો જરૂર પેટ્રોલ ડીઝલની બચત થશે. સરકારના અઘિકારીઓ, કર્મચારીઓ માટે જુદા જુદા વિસ્તારોમાંથી બસો દોડાવવી જોઈએ સરકારી કામ માટે કચેરીમાં લોકોએ વારંવાર આવવું ન પડે તેવું આયોજન ગોઠવવું જોઈએ. સોનું ન ખરીદવાનું જરા વિચાર માંગી લે તેવું છે.
સુરત – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.