Business

ચીન અને તાઈવાનનાં વિવાદ વચ્ચે અમેરિક કંપનીએ એવું તો શું કહ્યું કે સમગ્ર વિશ્વ ચોંક્યું

નવી દિલ્હી: ચીન(China) અને તાઈવાન(Taiwan)ના મામલામાં અમેરિકા(America) ભલે ચીનને આંખો બતાવી રહ્યું હોય, પરંતુ અમેરિકન કંપની એપલ(Apple) એવું નથી કરી રહી. એપલે તાઈવાનના મામલામાં સપ્લાયર્સ(suppliers)ને ચેતવણી આપી છે. કંપનીએ કહ્યું છે કે તાઈવાનથી ચીન આવતા શિપમેન્ટ(Shipment)ને લઈને ચીનના નિયમોનું પાલન કરો. એપલે એક શિપમેન્ટ સમીક્ષા માટે મોકલ્યા બાદ આ પગલું ભર્યું છે. યુએસ(US) સ્પીકર(Speaker) નેન્સી પેલોસી(Nancy Pelosi)ની મુલાકાત બાદથી ચીન તાઈવાનને લઈને કડક પગલાં લઈ રહ્યું છે. ચીન અને તાઈવાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર બજાર પર દેખાવા લાગી છે. સ્માર્ટફોન, લેપટોપ અને ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ માટે બંને દેશો મહત્વપૂર્ણ છે. અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીની તાજેતરની તાઇવાન મુલાકાતથી ચીન ગુસ્સે ભરાયું છે. ચીન તાઈવાનને ઘેરીને ફાયર ડ્રીલ કરી રહ્યું છે. આ કારણોસર કંપનીઓને બિઝનેસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. દિગ્ગજ સ્માર્ટફોન નિર્માતા એપલે તેના સપ્લાયર્સને ચીનના નિયમોનું પાલન કરવાનું કહ્યું છે.

ચીનના નિયમોનું પાલન કરો
કંપનીએ તાઈવાનથી ચીન જતા શિપમેન્ટ માટે ચીની નિયમોનું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. એપલે તેના સપ્લાયર્સને જણાવ્યું હતું કે ચીને તાઈવાનમાં બનેલા ભાગો પર કડક નિયમો લાગુ કરવાનું શરૂ કર્યું છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ, એપલે આ અંગે સપ્લાયર્સને ચેતવણી આપી છે. કંપનીએ કહ્યું છે કે તાઈવાનથી ચીન જતા ભાગો અને કોમ્પોનન્ટ પર ‘તાઈવાન, ચાઈના’ અથવા ‘ચાઈનીઝ તાઈપેઈ’નું લેબલ હોવું જોઈએ. જાહેરાત અમેરિકન કંપનીએ સપ્લાયર્સને આ મામલે ઝડપ બતાવવા માટે કહ્યું છે, જેથી માલસામાન અને કોમ્પોનન્ટની ચકાસણી દરમિયાન કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે.

શું iPhone 14 સિરીઝનું લોન્ચિંગ અટકશે?
આ સમય Apple માટે ખૂબ જ સંવેદનશીલ છે. આવતા મહિને કંપની iPhone 14 સિરીઝ અને અન્ય પ્રોડક્ટ્સ લોન્ચ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, કોઈપણ સમસ્યાનો અર્થ એ છે કે શિપમેન્ટમાં વિલંબ થશે અને તેની સીધી અસર કંપનીના લોન્ચ પર પડશે. જો સૂત્રોનું માનીએ તો, કોઈપણ આયાતી ઘોષણાપત્ર, દસ્તાવેજ કાર્ટન પર ‘મેડ ઈન તાઈવાન’ લખેલું હશે રો શિપમેન્ટને ચીની કસ્ટમ્સ તપાસનો સામનો કરશે. આવા નિયમોના ઉલ્લંઘન પર 4000 યુઆન (લગભગ 47 હજાર રૂપિયા)નો દંડ પણ છે. આ ઉપરાંત, શિપમેન્ટ રીજેક્ટ પણ થઇ શકે છે.

રીવ્યુ માટે રોકવામાં આવ્યું Apple સપ્લાયરનું શિપમેન્ટ
સમીક્ષા માટે શિપમેન્ટ મોકલવામાં આવ્યા બાદ Appleએ આ ચેતવણી આપી છે. તાઇવાનથી આવતા કંપનીના સપ્લાયર પેગાટ્રોનનું શિપમેન્ટ ગુરુવારે સમીક્ષા માટે ચીન મોકલવામાં આવ્યું હતું. જોકે, એપલે આ મામલે કોઈ ચોક્કસ માહિતી બહાર પાડી નથી. ચીન લાંબા સમયથી તાઈવાન પર દાવો કરી રહ્યું છે. હાલમાં જ અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીની મુલાકાતનો પણ ચીનમાં ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top