ચીન, પાકિસ્તાન અને આપણી સુરક્ષા નીતિ

પાકિસ્તાને 2022 થી 2026 સુધીનો તેનો રાષ્ટ્રીય સુરક્ષા નીતિનો દસ્તાવેજ બહાર પાડયો છે. પાકિસ્તાનના નેશનલ સિકયુરિટી એડવાઇઝર મોઇદ યુસુફ આ દસ્તાવેજના સહ ઘડવૈયા છે, પરંતુ સરકારના ઘણા ઉચ્ચ અધિકારીઓ અને શકિતશાળી વ્યકિતઓના પ્રદાનનો તેમાં સાભાર સ્વીકાર કરાયો છે. આ નીતિમાં પાકિસ્તાનનું સ્વપ્ન અને અગ્રતા રજૂ કરવામાં આવી છે અને તેના અમલના સવિસ્તર માળખાની રજૂઆત કરવામાં આવી છે. લગભગ અડધો દસ્તાવજ જાહેરમાં રજૂ કરવામાં આવ્યો છે અને અડધો વર્ગીકૃત કરવામાં આવ્યો છે.
આ દસ્તાવેજમાં આર્થિક સુરક્ષા પર ભાર મૂકી કહેવામાં આવ્યું છે કે પરંપરાગત સુરક્ષા આર્થિક સમૃધ્ધિનું એક સાધન માત્ર છે. તેમાં આરોગ્ય સુરક્ષાની આબોહવા પરિવર્તનની અને પાણીની જરૂરિયાતની અન્ન સુરક્ષાની અને જાતિ સુરક્ષાની વાત કરવામાં આવી છે.

તે ત્રાસવાદનો સંદર્ભ આ રીતે આપે છે. કોઇ સમાજની સ્થિરતા અને રાષ્ટ્રીય સ્થિરતાને ગુપ્ત રીતે જફા પહોંચાડવાના સૌથી સતેજ પ્રયાસો એટલે ત્રાસવાદ આંતરિક સુરક્ષા નીતિના હેતુઓ છે. તમામ નાગરિકોની જાનમાલની સુરક્ષાની દેશના તમામ ભાગોમાં રાજય દ્વારા સુરક્ષા. ત્રાસવાદ હિંસક રીતે રાષ્ટ્રવાદ, અંતિમવાદ, ભાગલાવાદ અને આયોજિત ગુનાખોરી સામેની લડતને અગ્રતા આપો. પાકિસ્તાન બૌદ્ધિક પ્રવૃત્તિ, વેપાર ધંધા, રોકાણ અને મુલાકાતીઓ માટે સુરક્ષિત મંજિલ બની રહે તેની ચોકસાઇ કરો.બાહ્ય સુરક્ષા વિશે તે કહે છે કે પાકિસ્તાન આપણા તરતના પડોશીઓ સાથે પરસ્પર આદર અને સાર્વભૌમત્વની સમાનતાના આધારે સંબંધોનાં સામાન્યીકરણ દ્વારા પ્રાદેશિક શાંતિ સ્થાપશે.

પાકિસ્તાન પરિવર્તનના ઉંબરે છે કારણ કે ચીન પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી અરબી સમુદ્ર સુધીનો માર્ગ બનાવે છે. આ માર્ગથી પાકિસ્તાનને મધ્ય એશિયા અને સ્થિર હોય તો અફઘાનિસ્તાન સાથે જોડવામાં મદદ કરશે.આપણી સરકાર આ દસ્તાવેજનો અભ્યાસ કરી રહી હોવી જોઇએ અને વર્ગીકૃત કરાયેલા ભાગોને પણ સમજવાની કોશિશ કરતી હોવી જોઇએ, જેથી તેને ખબર પડે કે તેને પ્રતિભાવ આપવો જોઇએ કે નહીં અને આપણી રાષ્ટ્રીય સુરક્ષા નીતિને તેની અસર થાય છે કે નહીં! કમનસીબે આ કામ માટે આપણી પાસે પોતાની રાષ્ટ્રીય સુરક્ષાની નીતિ હોવી જોઇએ પણ નથી. આપણા ભૂતપૂર્વ જનરલ પ્રકાશ મેનને નોંધ્યું છે કે છેલ્લા કેટલાક દાયકાઓથી ભારતનું લશ્કરને રાજકીય માર્ગદર્શન પાકિસ્તાનને તત્કાળ જોખમ ગણાવવાની દિશામાં જ રહ્યું છે પણ ચીનનું જોખમ ઘર આંગણે આવી રહ્યું છે તેથી તેમાં પરિવર્તન આવ્યું છે. આ રાજકીય ધ્યેય ‘રક્ષા મંત્રીએ ડાઇરેકિટવ નામના 2009 ના દસ્તાવેજમાં રહ્યા છે. જનરલ મેનન લખે છે કે આ આદેશમાં સર્વગ્રાહી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહનો અભાવ છે. નેશનલ સિકયુરિટી એડવાઇઝરની આગેવાની હેઠળની ડીફેન્સ પ્લાનિંગ કમિટીને આ કામ બે વર્ષ પહેલાં સોંપાયું હતું, પણ હજી સુધી કંઇ થયું નથી. આ આદેશમાંન તક અને જાગૃતિની સામગ્રી નથી. રાજકીય વ્યૂહાત્મક અભિગમ અપનાવી તેને વળગી રહેવામાં આવે તો જ ઇચ્છિત પરિણામ મળે.

2019 માં સરકારે ડીફેન્સ પ્લાનિંગ કમિટી બનાવી હતી. તેના અધ્યક્ષપદે ડોવલ બેસવાના હતા અને આ સમિતિમાં વિદેશ મંત્રી, સંરક્ષણ મંત્રી, સરસેનાપતિ, ત્રણે સેવાઓના વડા અને નાણાં ખાતાના સચિવો બેસવાના હતા. તેણે રાષ્ટ્રીય સંરક્ષણ અને સુરક્ષાની સંભાળ લેવાની, વિદેશ નીતિના આદેશો પર નજર રાખવાની હતી. તેના અમલ પર નજર રાખવાની હતી. તેણે વ્યૂહાત્મક અને સુરક્ષા સંબંધિત સિધ્ધાંતોની, સંરક્ષણ સરંજામની પ્રાપ્તિ અને માળખાકીય વિકાસના રાષ્ટ્રીય સુરક્ષા આંતરરાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહ વગેરે પર નજર રાખવાની તેમજ ચર્ચા કરવાની જંગી કામગીરી કરવાની હતી. આ કમિટિની બેઠક તા. ત્રીજી મે 2018 ના રોજ મળી હતી. પછી આ બેઠક મળી હોવાનું લાગતું નથી. આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઇદની જેમ વિદ્વાન નથી પણ મેદાનમાં જઇ પગલાં ભરનાર માણસ છે. બાકીની સરકાર માટે પણ આ સાચું છે.

2021 ના જાન્યુઆરીમાં એક વૈચારિક સમિતિ દ્વારા એક નિવૃત્ત જનરલનો અભ્યાસપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જનરલે તેમાં લખ્યું હતું કે લશ્કરમાં દાખલ કરાયેલા પરિવર્તને સરકારને પોતાની વ્યૂહાત્મક અને લશ્કરી દૃષ્ટિ રજૂ કરવાનો અવસર આપ્યો છે, પણ આ અભ્યાસપત્રમાં સમાપનમાં કમનસીબે જણાવાયું હતું કે આપણા સરસેનાપતિ સંરક્ષણ વ્યૂહરચના જાહેર કરવાના બાકી છે.2020 માં ચીનને કારણે ભારતને પોતાની રાષ્ટ્રીય સુરક્ષાની વ્યૂહરચના બદલવાની ફરજ પડી હતી. ભારતનું સૈન્ય જે કામ વર્ષોથી કરે છે તે બળવાખોરી વિરોધી કામગીરીને બદલે આપણે પરંપરાગત યુધ્ધની વ્યૂહ રચના પર ધ્યાન આપ્યું? સદ્‌ગત ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ રાવતે વર્તમાન સરસેનાપતિ નરાવણેની જેમ બળવાખોરી વિરોધી કામગીરીના નિષ્ણાત હતા અને તેમણે કહ્યું 2021 ના જૂનમાં સ્વીકાર્યું હતું કે ચીન ભારત માટે હવે પહેલું જોખમ છે. તમારી પાસે જયારે બહેતર દળ ધરાવનાર મોટો પડોશી હોય ત્યારે તમારે દેખીતી રીતે એને જોઇને જ તૈયારી કરવાની છે. આ વિધાને ડોવાલ સિધ્ધાંતને ઊંધે મોંએ પછાડયો છે. તેમાં એવું જણાવાયું હતું કે ત્રાસવાદ ભારતનું પ્રથમ જોખમ છે અને પાકિસ્તાન ભારતનો પ્રાથમિક દુશ્મન છે. આ વર્ષના ફેબ્રુઆરીમાં ભારત અને પાકિસ્તાને આશ્ચર્યજનક રીતે સહિયારી જાહેરાત કરી કે અમે અંકુશરેખા પર યુદ્ધવિરામનું કડકાઇથી પાલન કરીશું.

આ આશ્ચર્યજનક હતું કારણ કે આ અગાઉ ભારત સરકાર અને તેના પ્રધાનોએ પાકિસ્તાન સામે આક્રમક નિવેદન કર્યાં હતાં. લડાખની ઘટનાઓએ બે કામ કર્યાં હતાં 1. ભારત પશ્ચિમમાં અંકુશરેખા પરથી પૂર્વમાં ખરેખરી અંકુશરેખા પર ધ્યાન કેન્દ્રિત કરે. ગલવાન પહેલાં ભારતના લશ્કરના 38 ડિવિઝનમાંથી 12 ચીન સામે ગોઠવાયા હતા અને 25 ડિવિઝનમાંથી એક અનામત રાખી બાકીના ડિવિઝન ભારત-પાકિસ્તાન સરહદ પર ગોઠવાયા હતા. ફેરફાર પછી હવે 16 ડિવિઝન ચીનનો સામનો કરશે. ભારતના બે લાખ સૈનિકો હવે ચીનની સરહદે છે અને ભારતના લશ્કરી વિકલ્પો ઘટી ગયા છે. 2. ભારતને તેના નૌકાદળના સંસાધનો જમીનની સરહદો પર લઇ જવાની ફરજ પડી છે. પરંપરાગત સાથીઓ ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રિટન વચ્ચે ચીન સામેના લશ્કરીકરણ સામેનું જોડાણ તેમજ જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના સાથેના ચતુષ્કોણી જોડાણમાં ઘટાડો થયો છે. આ બધું બહારના દબાણને કારણે થયું છે, રાષ્ટ્રીય સુરક્ષા નીતિને કારણે નહીં! અર્થાત્ આપણને આપણા પોતાના નિયંત્રણને બદલે અન્ય રીતે વર્તવાની ફરજ પડે છે. આપણે પાકિસ્તાન અને તેની 2022-26 ની રાષ્ટ્રીય સુરક્ષાની નવી નીતિ તરફ જોઇએ ત્યારે આપણે આ બધું વિચારવાનું છે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top