Comments

અમૃત મહોત્સવની ઉજવણી ટાણે

તાજેતરના મહિનાઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપણને કહેવા માંડયું છે. વિશ્વ ભારત સમક્ષ નજર નાંખી રહ્યું છે. આ શબ્દો જુદી જુદી રીતે ગયા માર્ચથી વડા પ્રધાનના પ્રવચનમાં જુદી જુદી રીતે આવતા રહ્યા છે. માર્ચમાં તેમણે ભારતને મેન્યુફેકચરિંગ પાવર હાઉસ કહ્યું છે તો મે મહિનામાં કહ્યું છે કે વિશ્વ ભારતના સ્ટાર્ટ અપનો ભવિષ્ય તરીકે જુએ છે. જૂનમાં તેમણે કહ્યું હતું કે વિશ્વ આજે ભારતની શકિતને જુએ છે અને તેની કામગીરીને વખાણે છે. જુલાઇએ પણ એકસપ્રેસ વે નું ઉત્તરપ્રદેશમાં ઉદ્‌ઘાટન કર્યું ત્યારે આવા જ શબ્દપ્રયોગ કર્યા હતા. આકાર પટેલના તાજેતરના પુસ્તક ‘પ્રાઇસ ઓફ ધ મોદી યર્સ’ વાંચો ત્યારે ખબર પડે કે આંતરરાષ્ટ્રીય રીતે ભારત રાજકીય, આર્થિક અને સામાજિક રીતે કયાં છે.

આ તમામ ક્ષેત્રોમાં ભારતની નિમ્ન, બલ્કે અતિ નિમ્ન કામગીરી બતાવે છે કે વડા પ્રધાન જે જાહેર કરે છે તે જાણી વિશ્વ આપણી સામે કઇ રીતે જોતું હશે. દા.ત. આકાર પટેલ લખે છે કે ભારત હેન્સી પાસપોર્ટના આંકમાં 85 મા ક્રમે, ફૂડ પોલીસી રીસર્ચ ઇન્સ્ટીટયૂટના આંકમાં 94 મા ક્રમે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના માનવ મૂડી આંકમાં 103 મા ક્રમે અને સંયુકત રાષ્ટ્ર સંઘના માનવ વિકાસ આંકમાં 131 મા ક્રમે છે. આમાંનાં ઘણાં ક્ષેત્રોમાં મોદી 2014 માં વડા પ્રધાન બન્યા પછી ભારતનો ક્રમ નીચે ગયો છે. વિશ્વ આપણા માટે શું વિચારે છે તે મહત્ત્વનું છે પણ આપણે આપણા માટે શું વિચારીએ છીએ તે વધુ મહત્ત્વનું છે.

આપણે બ્રિટીશ ધૂંસરીમાંથી આઝાદ થયા તેના અમૃત મહોત્સવની પૂર્વ સંધ્યાએ આપણે આપણી જાતને પૂછવું જોઇએ. ભારત કેવી કામગીરી કરે છે? બંધારણમાં નિશ્ચિત કરેલા ધ્યેય એક રાષ્ટ્ર તરીકે અને એક પ્રજા તરીકે આપણે કેટલાં પૂર્ણ કર્યાં છે અને આપણી આઝાદી માટે લડનારની આશા કેટલી પૂર્ણ કરી? 2015 માં મેં ભારતને માત્ર ચૂંટણીની લોકશાહી ગણાવી હતી. મતલબ કે સમયાંતરે ચૂંટણી થતી રહે છે પણ ઉત્તરદાયિત્વ કોઇ નહીં! સંસદ, પત્રકારો, મુલ્કી સેવાઓ વગેરે એટલાં બિનઅસરકારક બની ગયાં અથવા સમાધાન કરી લીધું કે સત્તા પરનો પક્ષ અતિરેક કરે તો તેના પર ભાગ્યે જ તેમનો કડપ રહે.

હવે ચૂંટણીના બોંડની યોજના ચૂંટણી પંચની ભાગીદારી અને રાજયોની ચૂંટાયેલી સરકારને ઉથલાવવામાં લાંચ રૂશ્વત અને ખાયકી! મતલબ કે ચૂંટણીઓ પણ સદંતર મુકત અને નિષ્પક્ષ નથી રહેતી અને તેમનાં પરિણામો પણ તાજેતરનાં વર્ષોમાં ભારતનું રાજય વિરોધ દબાવવામાં દમનકારી રહ્યું છે. ભારત સરકારના પોતાના જ આંકડા કહે છે કે 2016 અને 2020 વચ્ચે ગેરકાયદે (પ્રવૃત્તિ) અટકાયત ધારા રૂપી રાક્ષસી કાયદા હેઠળ 24000 થી વધુ લોકોની ધરપકડ થઇ છે અને તેમાંથી 1 ટકાથી ય ઓછા લોકોને ખરેખર કસૂરવાર ઠેરાવાયા છે. પત્રકારો પરના હુમલા વધી ગયા છે અને આકાર પટેલે પોતાના પુસ્તકમાં સુધારાવધારા કરવા હોય તો તેઓ પ્રેસ ફ્રીડમ ઇન્ડેકસમાં ભારતનો ક્રમ 142 થી વધારી 150 કર્યો હોત.

નિરાશા સાથે કહેવું પડે છે કે ઉચ્ચતર ન્યાયતંત્રે નાગરિક સામે રાજયનો પક્ષ લીધો છે. ભાનુ પ્રતાપ મહેતાએ તાજેતરમાં લખ્યું છે કે સુપ્રીમ કોર્ટ હક્કના રક્ષક બનવાને બદલે ધમકી રૂપ બની રહ્યા છે. અનુજ ભુવાનિયાએ લખ્યું છે કે સુપ્રીમ કોર્ટ નરેન્દ્ર મોદીના બહુલ શાસનને વશ થઇ ગઇ છે. મોદીના શાસનમાં કોર્ટ સરકારના અતિરેક નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળ ગઇ છે એટલું જ નહીં, મોદી સરકારની નીતિરીતિને વધાવી લીધી છે. એ કાયદાપણા સામે નાગરિકોની ઢાલ બનવાને બદલે તે સરકારના હાથની તલવાર બની ગઇ છે. ભારતીય રાજકીય સામાજિક રીતે ઓછા સ્વતંત્ર છે.

આપણે આઝાદ થયાને 75 વર્ષ થયાં છતાં આપણો સમાજ હજી સામંતશાહીમાં જીવે છે. બંધારણે જ્ઞાતિ અને જાતિનાં બંધનો તોડયાં છતાં તે અત્યંત બળપૂર્વક ચાલુ છે. શકિતશાળી દલિત વ્યવસાયી વર્ગ રચાયો છતાં ઘણા સ્થળે જ્ઞાતિના પૂર્વગ્રહ ચાલુ છે. ડો. બી.આર. આંબેડકરે જ્ઞાતિવાદ નાબૂદ કરવાનું એલાન આપ્યું છતાં આંતરજ્ઞાતિય લગ્નોનું પ્રમાણ કેટલું? સ્ત્રીઓને મજૂરીનો દર ઓછો મળે છે. જાતીય ભેદના મામલે 146 દેશોની મોજણીમાં આપણો ક્રમ 135 મો આવે છે.

રાજય પોતે અને ચોકિયાત જૂથો ભારતીયો પર શું ખાવું, શું ન ખાવું, શું પહેરવું, શું ન પહેરવું, કેવી રીતે રહેવું અને કોને પરણવું તેના નિયમો લાદી રહ્યા છે. ભારતીય મુસલમાનોને રાક્ષસ ચીતરવામાં આવી રહ્યા છે તે સૌથી વધુ ચિંતાજનક છે. રાજકારણના અને વ્યવસાયોમાં મુસલમાનોનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે અને કામના સ્થળે, બજારોમાં વગેરે સ્થળોએ તેમની સાથે ભેદભાવ રખાય છે અને ટેલિવિઝન, સોશ્યલ મીડિયા વગેરેમાં તેમની ઠેકડી ઉડાવાય છે. તેમની યાતના અને કલંકમાં આપણી સામુહિક શરમ રહેલી છે. મોદીએ આર્થિક ઉદારીકરણ કરવાનું વચન સત્તા પર આવતી વખતે આપ્યું હતું અને રક્ષણવાદ અપનાવ્યો જેનો 1991 ના સુધારા અંત લાવવા માંગતો હતો તેને પગલે ઘર આંગણેનાં સાહસોને સમાન તક નથી મળતી અને વ્હાલાંદવલાંની નીતિ ચાલે છે.

રાજય ખાસ કરીને કરવેરા અને કસ્ટમ્સ વિભાગના અધિકારીઓને બેફામ સત્તા આપી રહ્યું છે, પરિણામે પરમિટ રાજ પાછું ફરી રહ્યું છે. બેરોજગારીનો દર બેફામ વધી રહ્યો છે. 2022 નો વર્લ્ડ ઇનઇકવાલિટી રીપોર્ટ કહે છે કે ભારતની વસતીના 1 ટકા સૌથી તવંગર લોકો રાષ્ટ્રની 22 ટકા આવક ધરાવે છે અને 50 ટકા ગરીબોને ભાગે માત્ર તેર ટકા જ આવક આપે છે. અદાણી અને અંબાણીની અસ્ક્યામતોમાં ગણનાપાત્ર વધારો થયો છે અને આઝાદીના 75 મા વર્ષે ભારત મિશ્ર પ્રગતિ બતાવે છે. જો કે નિષ્ફળતાનું આખું પોટલું હાલની સરકારના આંગણે જ મૂકી શકાય તેવું નથી.

નેહરુના કાળમાં કોંગ્રેસે લોકશાહી સંસ્થાઓનું સંવર્ધન કર્યું હોઇ શકે અને ધાર્મિક ભાષાકીય બહુલતાને પ્રોત્સાહન આપ્યું હોઇ શકે, પણ તેણે ભારતની સાહસિકતા તેમ જ નિરીક્ષણના નિવારણ અને આરોગ્ય સંભાળ પર વધારે ધ્યાન આપવું જોઇતું હતું. ઇંદિરા ગાંધી વ્યકિતપૂજામાં વ્યસ્ત રહ્યાં. મોદી સખત મહેનત કરવા સાથે આપખુદ બની રહ્યા છે. ભકતગણ તો ઠીક છે, પણ ઇતિહાસ મોદીના અર્પણનું મૂલ્યાંકન કરશે. ભારત વિધિવત્‌ રીતે આઝાદ રાષ્ટ્ર છે પણ ભારતીયો એટલા આઝાદ નથી. હજી ઘણું કરવાનું બાકી છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top