Charchapatra

જ્ઞાતિવાદી રાજકારણ દેશ માટે નુકસાનકારક

જયારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે ટિકિટ ફાળવવા માટે જ્ઞાતિઆધારિત ઉમેદવાર માટે આગ્રહ રાખવામાં આવે છે. જેથી જે તે જ્ઞાતિના મત જે તે ઉમેદવારને મળે અને ચૂંટણી જીતી શકે. ધીરે ધીરે આ મુદ્દો એટલો વિસ્તાર પામતો જાય છે કે પટેલ જ્ઞાતિમાં પણ કડવા પટેલ, લાલચૂડા, કાળાચૂડા, લેઉઆ વગેરે પેટા જ્ઞાતિ પણ આગળ આવવા લાગી છે. મુસ્લિમ વિસ્તારમાં મુસ્લિમ, કોળી સમાજ માટે કોળી પટેલ ઉમેદવાર ત્યારે નાની જ્ઞાતિ જેવી કે બ્રાહ્મણ, દરજી, લુહાર, સુથાર એમને અન્યાય થાય એ સ્વાભાવિક છે અને આ જ કારણે જૈન સમાજ જાગૃત થઈ આવી માંગણી કરી રહ્યો છે.

આ આંતરિક વર્ગવિગ્રહનાં એંધાણ છે. અંગ્રેજોએ ભાગલાવાદી રાજકારણને કારણે આપણે 200 વર્ષ સત્તા ભોગવી આ પરિણામોથી વાકેફ હોવા છતાં આવું રાજકારણ વિસ્તાર પામતું રહ્યું છે જે ભારત દેશ માટે ભય પમાડનારું છે. હાલમાં જ કાશ્મીરમાં બે પંડિતોની હત્યા કરવામાં આવી. જો દેશની એકતા જળવાશે તો જ વિદેશ સાથે તાકાતથી સામનો કરી શકીશું, બાકી ઘેર ફૂટે ઘર જાય. આવું રાજકારણ કાયમને માટે બંધ થવું જોઇએ. એ જ દેશસેવા, દેશભકિત છે. મફત રેવડી વહેંચવાની ટીકા કરનાર વર્ષમાં બે ગેસ સિલિન્ડર મફત આપવાની જાહેરાત કરે? મેરા ભારત મહાન.

અમરોલી – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રંગભેદ, લિંગ ભેદ માટે પશ્ચિમની  વિચારધારા જવાબદાર છે  
કુંભ, ઓમ અને સ્વસ્તિક જેવી વિજ્ઞાની  સંજ્ઞાના સંદર્ભે કાફિરને મારવાથી અપ્સરા મળે જેવી આતંકવાદી વિચાર વાયરસ લીલાનો જન્મ ન થાત પણ મોબાઇલમાં આવી વાયરલ અપ્સરા એપ્સ બનીને જન્મેલા પૃથ્વીના સ્વર્ગ ગણાતા કાશ્મીરના કાવાદાવામાં ધર્માંધતાના પ્રસારણમાં વિજ્ઞાન પણ હાથો બની ગયું. ગીતાના ગવૈયા અને રાસલીલાના રસિયા કૃષ્ણનો વૃંદાવન સાથે આફ્રિકા વન સાથે થયો હોત તો કાળાને ગોરા અને કૂડાને રૂપાળા કરતાં પ્લાસ્ટીક સર્જરીના પ્રસાધન પણ ન વિકસત. લિંગ ભેદ-રંગભેદ માટે પૂર્વની ગોરી રાધા નહીં પશ્ચિમની ધારા જવાબદાર છે?
ધરમપુર,           – ધીરુ મેરાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top