SURAT

ગાંજો લાવી આપનારા ગંજામનો કમિશન એજન્ટ સુરતથી જ આ રીતે ઝડપાયો, મધ્યસ્થીની ભૂમિકા ભજવતો

સુરત : છેલ્લાં ચાર વર્ષમાં બે વખત ગાંજાનો (Cannabis) જથ્થો ઝડપાતાં આ મામલે પોલીસને (Police) સેઇમ ઓપરેન્ડી હોવાનું માલૂમ પડતાં તેમાં કમિશન એજન્ટની (Commission agent) ભૂમિકા ભજવનાર નારાયણ ક્રિષ્ણાની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. દરમિયાન કોઇને ગાંજો જોઇતો હોય તો નારાયણ મધ્યસ્થીની ભૂમિકા ભજવતો હતો અને તેની સપ્લાયની જવાબદારી સંભાળતો હતો. હાલમાં પોલીસનું દબાણ વધતાં આ આરોપી સચિન ખાતે મશીન ખાતામાં કામ કરતો હતો. પોલીસને બાતમી મળતાં તેને શોધીને પકડી પાડ્યો હતો. ગંજામમાં નારાયણનું મોટું નેટવર્ક હોવાની વિગત એસઓજીએ જણાવી છે.

વર્ષ-2018માં ડિસેમ્બર મહિનામાં રેલવે પ્લેટફોર્મ નં.1 ઉપરથી 20 કિલોગ્રામ ગાંજો પકડાયો હતો. જેની કિંમત સવા લાખ રૂપિયાની આસપાસ થાય છે. આ ઉપરાંત વર્ષ-2019ના સપ્ટેમ્બર મહિનામાં 3 લાખનો ગાંજો કીમ ખાતે ગોડાઉનમાંથી પકડાયો હતો. આ બે ગુનામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર ભૂમિકા નારાયણ રહેવાસી ઓડિશાનું આરોપી તરીકે નામ ખૂલ્યું હતું. આ બે ગુનાની મોડસ ઓપરેન્ડી એકસરખી જણાઇ આવી હતી. દરમિયાન પોલીસને ટીપ મળી હતી કે, આરોપી નારાયણ ક્રિષ્ણા હાલમાં સુરતમાં આવ્યો છે. એસઓજીએ બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યો હતો. આ આરોપી મૂળ ગંજામનો વતની છે.

DGVCLની 32 ટીમે દ્વારા દરોડા પાડી 67.30 લાખની વીજચોરી ઝડપી પાડી
સુરત: સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કામરેજ,લસકાણા,પાસોદરા તેમજ બોપી ચીખલી સહિત બીલીમોરામાં ડીજીવીસીએલની ટીમે સાગમટે દરોડા પાડયા હતા. અલગ અલગ 32 ટીમોએ ગઇકાલે વહેલી સવારે તળિયાઝાટક તપાસ કરી 752 વીજ જોડાણો ચેક કરી મોટાપાયે ચેકીંગ હાથ ધરી 67.30 લાખની વીજચોરી ઝડપી પાડી છે.

  • સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર કામરેજ, લસકાણા, પાસોદરા અને બોપી ચીખલીમાં સાગમટે દરોડા પાડવામાં આવ્યા
  • 32 ટીમ દ્વારા 752 વીજજોડાણ ચેક કરીને 53 સ્થળે વીજચોરીના કેસ કરવામાં આવ્યા

ગઇકાલે વહેલી સવારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ, વડોદરાની ૩૨ જેટલી ચેકિંગની ટીમ અને ૧૦ જેટલા પોલીસ સ્ટાફ દ્વારા ડીજીવીસીએલના કામરેજ, લસકાણા, પાસોદરા, બોપી, ચીખલી અને બીલીમોરા ગ્રામ્ય પેટા વિભાગીય (ગામોમાં સામુહિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ ડ્રાઇવમાં કુલ ૭૫૨ વીજ જોડાણો ચેક કરાયા હતા. જેમાંથી ૫૩ ઠેકાણે કેસ કરીને અંદાજે ૬૭.૩૦ લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હતી.

Most Popular

To Top