National

શિંદેને ટાંકતા ઠાકરેએ કહ્યું તમારો પુત્ર સાંસદ, શું મારો પુત્ર રાજકારણમાં આગળ ન વધે!

મહારાષ્ટ: મહારાષ્ટમાં (Maharastra) ચાલુ થયેલ રાજનૈતિક ધમાસણ હજુ સુઘી અટકયું નથી. આજરોજ ઉદ્ઘવ ઠાકરેએ પોતાની પાર્ટી (Party) ઉપર મંડરાઈ રહેલા સંકટ સામે લડવાનું નકકી કરી લીઘું છે. તેઓએ કેબિનેટ મંત્રી એકનાથ શિંદેને ટાંકતા જણાવ્યું કે તેઓનો પુત્ર શ્રીકાંત શિંદે લોકસભા સાંસદ છે તો શું મારા પુત્ર આદિત્ય ઠાકરેએ પણ રાજનીતિમાં આગળ વધવું ન જોઈએ. વઘારામાં તેઓએ જણાવ્યું હતું કે શિંદેને શહેરી વિકાસનો મુખ્ય પોર્ટફોલિયો આપવામાં આવ્યો હતો, જે સામાન્ય રીતે તત્કાલિન મુખ્યમંત્રી પાસે રહે છે.

તેમણે શિવસેનામાં બળવા માટે વિપક્ષ ભાજપને જાહેરમાં દોષી ઠેરવતા કહ્યું કે “જેણે તેમની મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધન સરકારની સ્થિરતાને જોખમમાં મૂક્યું છે” એનસીપી અને કોંગ્રેસ પણ આ ગઠબંધનમાં સામેલ છે. પક્ષના પદાધિકારીઓને સંબોધતા, શિવસેના પ્રમુખે કહ્યું કે તેઓ ધારાસભ્યો દ્વારા પક્ષપલટોથી ચિંતિત નથી, કારણ કે તેઓ તેમને રોગગ્રસ્ત ફળ અને ઝાડના ફૂલ માને છે. પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા ઉદ્ધવે કહ્યું, તમે ઝાડના ફળ અને ફૂલો લો. પરંતુ જ્યાં સુધી મૂળ એટલે કે પાર્ટીના અધિકારીઓ અને કાર્યકરો મજબૂત છે ત્યાં સુધી મારે ચિંતા કરવાની જરૂર નથી. મૂળ ક્યારેય સૂકાઈ શકતા નથી. દરેક ઋતુમાં નવાં પાંદડાં આવે છે અને ફૂલો ખીલે છે. રોગગ્રસ્ત પાંદડાને તોડીને ફેંકી દેવાની જરૂર છે.

શું મહારાષ્ટ્રના 16 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ થશે? કાનૂની પ્રક્રિયા પર મંથન
મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય સંકટ પર એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીને વિધાનસભા સચિવાલયમાં બેઠક માટે બોલાવવામાં આવ્યા હતાં. આ બેઠકમાં 16 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની માંગ પર કાયદાકીય અભિપ્રાય લેવા માટે ચર્ચા કરવામાં આવી હતી. શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષને પત્ર લખીને બળવાખોર શિવસેના ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની માંગ કરી છે. જો તેમની સદસ્યતા રદ કરવામાં આવે છે, તો તેઓ ફ્લોર ટેસ્ટમાં મતદાન કરી શકશે નહીં.

આ અંગે એકનાથ શિંદેએ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે વતી આવી અરજી દાખલ કરી શકાય નહીં કારણ કે તેમની પાસે ધારાસભ્યોનું સમર્થન નથી. જણાવી દઈએ કે ગુવાહાટીમાં દિલીપ લાંડેના આગમન સાથે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની સંખ્યા 38 પર પહોંચી ગઈ છે. આ સિવાય ગુવાહાટીમાં ઘણા અપક્ષ ધારાસભ્યો પણ તેમની સાથે છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલે ઉદ્ધવ કેમ્પના અજય ચૌધરીને વિધાનસભા પક્ષના નેતા તરીકે માન્યતા આપી છે. આ સિવાય સુરેશ પ્રભુને ચીફ વ્હીપ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ડેપ્યુટી સ્પીકર નરહરિ એનસીપીના ધારાસભ્ય છે.

Most Popular

To Top