Business

મુકેશ અંબાણીનો આ નવો બિઝનેસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 5 વર્ષમાં પાછળ છોડી દેશે

મુંબઈ: મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) ફોર્ચ્યુનની 500 સ્થાનની યાદીમાં 51 સ્થાનની છલાંગ લગાવીને 104માં સ્થાને પહોંચી ગયું છે. ભારતની (India) સરકારી કંપની LIC પછી રિલાયન્સ બીજી કંપની છે જે આ યાદીમાં પ્રથમ વખત સામેલ થઈ છે. પરંતુ હવે આરઆઈએલને બીજી કંપની તરફથી સખત પડકાર મળવા જઈ રહ્યો છે. પડકાર એ પણ છે કે આગામી 5-7 વર્ષમાં આ કંપની RILને પણ પાછળ છોડી દેશે. પરંતુ આ કારનામું કરનાર કંપની પોતે રિલાયન્સ ગ્રુપની કંપની હશે.

રિલાયન્સ ગ્રુપના વડા મુકેશ અંબાણીએ દાવો કર્યો છે કે આગામી 5 થી 7 વર્ષમાં ગ્રુપનો ગ્રીન એનર્જી બિઝનેસ સૌથી વધુ નફાકારક બિઝનેસ બની જશે. મુકેશ અંબાણીના દાવા પર ભરોસો કરી શકાય છે કે ગ્રીન બિઝનેસ વધશે કારણ કે તેઓ હંમેશા નવા બિઝનેસ સ્થાપવામાં અને તેમને સેક્ટરમાં અન્ય કંપનીઓ કરતા આગળ લઈ જવામાં સફળ રહ્યા છે. 2016માં Jio લોન્ચ કરીને તેણે ટેલિકોમ સેક્ટરમાં હલચલ મચાવી દીધી હતી. તાજેતરમાં પૂર્ણ થયેલ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં સૌથી વધુ બોલી લગાવીને, Jio એ ટેલિકોમ સેક્ટરમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચવાનું રણશિંગુ વગાડ્યું છે.

હવે મુકેશ અંબાણી ગ્રીન એનર્જી ક્ષેત્રે 6 લાખ કરોડના રોકાણ સાથે આ ઉભરતા ક્ષેત્રના સમ્રાટ બનવા તરફ મજબૂત પગલું ભરી રહ્યા છે. કંપની આગામી 1 વર્ષમાં આ બિઝનેસ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ આ નવા ઉર્જા ક્ષેત્રમાં ક્ષમતા વિસ્તરણ માટે રૂ. 5,500 કરોડથી વધુનું સંપાદન અને રોકાણ પૂર્ણ કર્યું છે. કંપનીએ ગયા વર્ષે જાહેરાત કરી હતી કે તે આગામી ત્રણ વર્ષમાં ગ્રીન એનર્જીમાં $10 બિલિયનનું રોકાણ કરશે. આ યોજના હેઠળ, કંપની 4 ગીગા ફેક્ટરીઓ સ્થાપશે, જે ગ્રીન એનર્જી સાથે સંબંધિત તમામ ભાગો બનાવશે. આ યોજના હેઠળ ગ્રીન એનર્જી વેલ્યુ ચેઇન અને સંબંધિત ટેકનોલોજીમાં પણ રોકાણ કરવામાં આવશે. આ માટે તે અન્ય કંપનીઓ સાથે પણ ભાગીદારી કરશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુકેશ અંબાણી આગામી 7 વર્ષમાં ભારતને ગ્રીન એનર્જી માટે સૌથી સસ્તું સ્થળ બનાવવાનો ઇરાદો ધરાવે છે. ગ્રીન એનર્જી બિઝનેસની બ્લુપ્રિન્ટ RILના CMD મુકેશ અંબાણીએ કંપનીના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે ‘ગ્રીન એનર્જી વેલ્યુ ચેઇનમાં RILનું રોકાણ આગામી 12 મહિનામાં ધીમે ધીમે શરૂ થશે અને આગામી કેટલાક વર્ષોમાં તે ઝડપથી વધશે.’ તેમણે કહ્યું. -‘ આ નવું ‘ગ્રોથ એન્જીન’ માત્ર 5 થી 7 વર્ષમાં અમારા તમામ હાલના ગ્રોથ એન્જિનને પાછળ રાખી શકે છે.

ગીગા-ફેક્ટરીઝનું બાંધકામ શરૂ રિલાયન્સ સૌર ઉર્જા ઉત્પાદનથી લઈને ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન, વિતરણ અને વપરાશ સુધીની સમગ્ર ગ્રીન એનર્જી વેલ્યુ ચેઈન માટે ગીગા ફેક્ટરીઓનું નિર્માણ કરી રહી છે. ગ્રૂપે ગુજરાતના જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ ખાતે 4 ગીગા ફેક્ટરીઓનું બાંધકામ શરૂ કર્યું છે. અંબાણી કોઈ પણ વ્યાપાર પરિવર્તનને સમજદારી સાથે અમલમાં લાવવામાં નિષ્ણાત માનવામાં આવે છે. છેલ્લા એક દાયકામાં, તેમણે રિલાયન્સને ઊર્જા ક્ષેત્રની વિશાળ કંપનીમાંથી રિટેલ સર્વિસ જાયન્ટમાં પરિવર્તિત કરી છે.

Most Popular

To Top