National

આઝમગઢમાંથી ISIS આતંકીની ધરપકડઃ સ્વતંત્રતા દિવસે બ્લાસ્ટ કરવાની હતી યોજના

ઉત્તર પ્રદેશ: યુપીની (UP) ATSની ટીમે આઝમગઢમાંથી ISIS સાથે જોડાયેલા એક આતંકીની ધરપકડ (Arrest) કરી છે. મળતી માહિતી મુજબ આ આતંકવાદીનું નામ સબુદ્દીન આઝમી છે. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે આ આતંકવાદી સ્વતંત્રતા દિવસના અવસર પર બ્લાસ્ટ (Blast) કરવાની યોજના બનાવી રહ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં સબાઉદ્દીન ઓવૈસીની પાર્ટી IMIMનો સક્રિય સભ્ય પણ છે. એટીએસની ટીમ સબાઉદ્દીનને પૂછપરછ માટે હેડક્વાર્ટર લાવી રહી છે.

યુપી ATSની ટીમે મંગળવારે ISIS સાથે જોડાયેલા એક આતંકવાદીની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ તે સ્વતંત્રતા દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યો હતો. સૂત્રો પાસેથી મળતી જાણકારી મુુજબ આતંકવાદી સબુદ્દીન આઝમીની અત્યાર સુધીની પૂછપરછ અને તેના મોબાઈલ ડેટાને સ્કેન કર્યા બાદ જાણવા મળ્યું છે કે તે આતંકવાદી અને જેહાદને લઈને યુવાનોનું બ્રેઈનવોશ કરવા માટે આઈએસઆઈએસ દ્વારા બનાવવામાં આવેલી ટેલિગ્રામ ચેનલ અલ સ્વાયર મીડિયા સાથે જોડાયેલો છે.

રવિવારનાં રોજ દિલ્હીના બાટલા હાઉસમાંથી ISISના સક્રિય સભ્યની ધરપકડ કરવામાં આવી હતી
આ પહેલા રવિવારના રોજ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દિલ્હીમાંથી ISISના એક સભ્યની ધરપકડ કરી છે. તે આતંકવાદી (terrorist) જૂથ માટે પૈસા ભેગા કરતો હતો. એન્ટી ટેરર ​​એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું કે મૂળ બિહારના પટનાના રહેવાસી મોહસીન અહેમદની શનિવારે બાટલા હાઉસ (Batla House) ખાતેના તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. પ્રવક્તાએ કહ્યું કે NIAએ આરોપીના રહેણાંક પરિસરમાં સર્ચ હાથ ધર્યું અને બાદમાં ISISની ઓનલાઈન અને ઓન-ગ્રાઉન્ડ પ્રવૃત્તિઓના સંબંધમાં તેની ધરપકડ કરી. NIAએ 25મી જૂનના રોજ આ કેસ નોંધ્યો હતો.

તપાસમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી તે ISISનો ઓનલાઈન પ્રચાર કરી રહ્યો હતો, જ્યારે તપાસ આગળ વધી તો જાણવા મળ્યું કે તે પોતે સંપૂર્ણ રીતે કટ્ટરપંથી બની ગયો હતો અને અન્ય યુવાનોને પણ ગેરમાર્ગે દોરતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર તે ભારતમાં ISIS માટે ફંડ એકઠું કરી રહ્યો હતો. તે ખૂબ જ ટેકનોસેવી હતો, તેથી તે એજન્સીઓથી બચવા માટે વાતચીત માટે એપ્લિકેશનનો ઉપયોગ કરતો હતો. વધુ તપાસમાં મોહસીનને પૂછપરછ કરવામાં આવી રહી છે કે તે ક્યારે અને કેવી રીતે ISISમાં જોડાયો? કોણ તેને મદદ કરી રહ્યું છે, કોણ તેને પૈસા આપતું હતું.

Most Popular

To Top