Gujarat

બનાસકાંઠામાં સીમા પર તૈનાત 52 જેટલા બીએસએફના જવાનોને કોરોના

છેલ્લા બે સપ્તાહ દરમ્યાન બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં ફરજ બજાવી રહેલા બીએસએફના 52 જેટલા જવાનો કોરોના વાઈરસની ઝપટમાં આવી ગયા છે. પહેલા 20 જવાનો કોરોનામાં સપડાયા હતા. તે પછી આજે મંગળવાર સુધીમાં વધુ 32 જવાનો આ મહામારીનો શિકાર થયા છે.

આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે આ જવાનોને એસિમ્ટોમેટિક કોરોના થયેલો છે, હાલમાં થરાદની હોસ્પિટલમાં તેઓ આઈસોલેટ થયા બાદ સારવાર લઈ રહ્યા છે એટલું જ નહીં તેઓની તબિયત એકદમ સુધારા પર છે.

ગતા તા.3જી જુલાઈના રોજ આ જવાનો નાગાલેન્ડથી બનાસકાંઠા બોર્ડર પર ફરજ પર તૈનાત થવા આવ્યા હતા. જો કે જવાનો માટે કોવિડ -19 ટેસ્ટ ફરજીયાત છે એટલે તેમના ટેસ્ટ કરવામા આવતા 7 જવાનો પોઝિટિવ માલુમ પડ્યા હતા. તે પછી 13 જવાનોને ઈન્ફેકશન લાગ્યું હતું. જ્યારે વધુ 32 જવાનો આ બિમારીની ઝપટમાં આવી ગયા હતા. જ્યારે અગાઉ પોઝિટિવ આવેલા જવાનોના રિપોર્ટ નેગેટિવ થઈ રહ્યા છે. તમામ જવાનોને સધન સારવાર આપવામાં આવી રહી છે.

Most Popular

To Top