Charchapatra

પશ્ચિમ બંગાળમાં ભાજપનો ભવ્ય વિજય

અણધાર્યા અને ચોંકાવનારા ભલે હોય પણ આશ્ચર્યજનક નથી.છેલ્લા ત્રણ ટર્મથી સત્તામાં રહેલા મમતા બેનરજીના પક્ષને લોકોએ જાકારો આપ્યો છે .અને ભાજપના હાથમા સત્તા સોંપી છે.એનુ એક મુખ્ય કારણ લોકો પુનરાવર્તન નહિ પરિવર્તન ઈચ્છતા હતા.ખુદ મમતા બેનરજીએ પણ પરાજયનું મોઢું જોવું પડયું છે એ શું બતાવે છે?હું જ્યારે સ્કુલમા ભણતો હતો  ત્યારની એક કવિતાની પંકતિઓ કંઈક આવી હતી.પ્રજા કદી ના દોરવાતી કાયમી કોઈ રાજનેતા, લોકસેવક કે ઉપદેશ દેતા ધર્મ ગુરૂથી…વગેરે ..કવિતાની શરૂઆતની પંકતિઓ યાદ છે.

એવી જ વાત કદાચ વિન્સ્ટન્ટ ચર્ચિલ અને એક પત્રકાર સાથેની હતી. એક ચૂંટણીમાં એમનો પક્ષ હારી ગયો ત્યારે એમને સોંસરવો સવાલ કરવામાં આવ્યો હતો  કે તમે પ્રજાનાં સંખ્યાબંધ કામો કર્યા, તમે પ્રજાપ્રિય પણ હતાં છતાં આમ વિપરીત પરિણામ જોવાનો વારો કેમ આવ્યો? ત્યારે હારનાં કારણોની પળોજણમાં પડ્યા વગર એકજ શબ્દમાં એમણે કહી દીધું હતું, પરિવર્તન. આ પ્રજા છે એ લોકશાહીમાં સર્વોપરી છે. એ ઈચ્છે ત્યારે રાજનીતિમાં સમય સમય પર બદલાવ પણ લાવી શકે છે.
સુરત     – પ્રભાકર ધોળકિયા            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top